ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Babar Azam Returns as Pakistan’s ODI & T20I Captain Ahead of 2024 T20 World Cup

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનનો કેપ્ટન જાહેર, જેની વગર ચાલે તેવું નહોતું તેને લવાયો

Published By: Hiralal

Last Updated: 07:46 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને ફરી વાર ટી 20 અને વનડેનો કેપ્ટન બનાવ્યો છે.

ADVERTISEMENT

જુન 2024માં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી 20 વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે. પાકિસ્તાન પણ ટી 20 વર્લ્ડ કપ રમવાનું છે ત્યારે હવે તેણે ટી 20 વર્લ્ડ કપ માટે કેપ્ટનની જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને ફરી કેપ્ટન જાહેર કર્યો છે. બાબર વન ડે અને ટી-20 ટીમની જવાબદારી સંભાળશે, જ્યારે ટેસ્ટની કમાન શાન મસૂદના હાથમાં રહેશે. બાબર આઝમે ગયા વર્ષે વનડે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટનનો હોદ્દો છોડ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બાબર આઝમ ચેરમેન મોહસિન નકવી સાથે બેઠેલો જોવા મળ્યો હતો. ક્રિકેટ બોર્ડે કેપ્શનમાં લખ્યું છે કે, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ સર્વાનુમતે બાબર આઝમને વન-ડે અને ટી-20માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવાની ભલામણ કરી હતી." પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ આ ભલામણ સ્વીકારી હતી અને બાબરને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો હતો. 

વનડે વર્લ્ડ કપમાં બાબરની આગેવાનીમાં પાક.નો કંગાળ દેખાવ 
2023ના વર્લ્ડ કપમાં પાકિસ્તાને ખૂબ ખરાબ રીતે રમ્યું હતું જે પછી બાબર આઝમની ટીકા થવા લાગી હતી અને તેને કેપ્ટનશીપમાંથી હટાવવાની માંગ પણ કરવામાં આવી હતી. આખરે 15 નવેમ્બર 2023ના રોજ તેણે કેપ્ટનનો હોદ્દો છોડી દીધો હતો અને બોર્ડે યુવા ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. શાહીને માત્ર પાંચ ટી-20 માં ટીમની કપ્તાની કરી હતી. પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામેની પાંચ ટી-20ની શ્રેણી 1-4થી ગુમાવી હતી. 

4 જુનથી ટી 20 વર્લ્ડ કપ 
ઉલ્લેખનીય છે કે 4 થી 30 જુન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી 20 વર્લ્ડ કપ યોજાવાનો છે જેમાં પાકિસ્તાન પણ રમવાનું છે. ટી 20 વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાનની પણ મેચ થવાની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

babar azam babar azam news ટી 20 વર્લ્ડ કપ બાબર આઝમ Babar Azam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ