બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Avengers fame superstar in ICU: A serious accident occurred while removing snow, know what the condition is now

હોલિવૂડ / Avengers ફેમ સુપરસ્ટાર ICUમાં: બરફ હટાવતા સમયે થઈ ગંભીર દુર્ઘટના, જાણો હવે કેવી છે હાલત

Megha

Last Updated: 11:07 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ વિશ્વભરમાં તમામ ચાહકો અને સેલેબ્સ પણ જેરિમી રેનરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની સ્થિતિ 'નાજુક પરંતુ સ્થિર છે અને તે ICUમાં છે

  • જેરિમી રેનર ભયાનક અકસ્માતનો ભોગ બન્યા
  • અભિનેતાની સ્થિતિ 'નાજુક પરંતુ સ્થિર છે અને તે ICUમાં છે
  • જેરિમી હોકઆઈની ભૂમિકા માટે લોકપ્રિય 

'એવેન્જર્સ' ફેમ હોલીવુડ અભિનેતા જેરિમી રેનર હાલના જ અઠવાડિયાના અંતે તેના ઘરની આસપાસ એકઠા થયેલા બરફને સાફ કરતી વખતે એક ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. એ પછી અભિનેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમને "બલન્ટ ચેસ્ટ ટ્રૉમા અને ઓર્થોપેડિક ઈજાઓ" થઈ છે. એ પછી જેરિમી ના પ્રવક્તાએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે રેનરની સોમવારે સર્જરી થઈ છે અને અભિનેતાની સ્થિતિ 'નાજુક પરંતુ સ્થિર છે અને તે ICUમાં છે' જો કે હાલ વિશ્વભરમાં તમામ ચાહકો અને  તમામ સેલેબ્સ પણ જેરિમી રેનરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

જેરિમીના પરિવારે ડોકટરો અને નર્સોની પ્રસંશા કરી 
પ્રવક્તાએ જણાવ્યું હતું કે જેરિમી નો પરિવાર તેની સંભાળ રાખતા ડોકટરો અને નર્સો, ટ્રુકી મીડોઝ ફાયર એન્ડ રેસ્ક્યુ, વાશો કાઉન્ટી શેરિફ, રેનો સિટીના મેયર હિલેરી શિવે અને કેરાનો અને મુર્ડોક પરિવારોનો આભાર વ્યક્ત કરવા માંગે છે. તેઓ અભિભૂત છે અને અભિનેતાને ચાહકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થનની પ્રશંસા કરે છે.

આ રીતે થયો અકસ્માત
રિપોર્ટ્સ અનુસાર જેરિમી નું ઘર રેનોથી લગભગ 25 માઈલ દૂર માઉન્ટ રોઝ-સ્કી તાહો પાસે છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તે વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. અકસ્માત બાદ જેરિમી ને એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. તેની સારી રીતે કાળજી લેવામાં આવી રહી છે.

જેરિમી રેનર હોલીવુડના જાણીતા અભિનેતા છે અને એમને બે વખત ઓસ્કાર માટે નોમિનેટ પણ કરવામાં આવ્યો છે. એમને 'ધ હર્ટ લોકર' અને 'ધ ટાઉન' જેવી ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જેરિમી રેનર ગયા વર્ષે મે મહિનામાં ભારત આવ્યા હતા. તે દરમિયાન તે રાજસ્થાનના અલવર શહેરમાં કેટલાક સ્કૂલના બાળકોને મળ્યા હતા. એ સમયે એમની સાથે અનિલ કપૂર પણ જોવા મળ્યા હતા.

જેરિમી હોકઆઈની ભૂમિકા માટે લોકપ્રિય 
જેરિમી રેનર હોલીવુડમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. વર્ષોથી, જેરિમી અનેક વિવેચકો દ્વારા વખાણાયેલી અને આર્થિક રીતે સફળ ફિલ્મોમાં દેખાયા છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં તેઓ એવેન્જર્સની તમામ ફિલ્મો અને નવીનતમ વેબ સિરીઝ 'હોકઆઈ'માં ક્લિન્ટ બાર્ટનની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ