બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Australians batting order crumble against Boomraj ashwin and siraj

IND vs AUS / બૂમરાહ અશ્વિન અને ડેબ્યુ બોલર સિરાજ સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ ધરાશાયી; આટલા રનમાં થઇ ગઈ ઓલ આઉટ

Published By: Shalin

Last Updated: 07:53 PM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં આજે શરૂ થયો છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને આજે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય કાંગારું ટીમને ભારે પડ્યો છે. ઓસ્ટ્રેલિયા ૧૯૫ રનમાં ઓલ આઉટ થઇ ગઈ છે. ભારત તરફથી આજે બૂમરાહે ચાર, અશ્વિને ત્રણ અને પ્રથમ ટેસ્ટ રમી રહેલા સિરાઝે બે વિકેટ અને જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ભારતે પોતાની બેટિંગ શરુ કરી હતી જેમાં ભારતે એક વિકેટના નુકશાને ૩૬ રન નોંધાવ્યા હતા.  

ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી

આજે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો જો બર્ન્સ ૧૦ બોલ રમ્યા બાદ ખાતું ખોલાવ્યા વિના બૂમરાહની બોલિંગમાં વિકેટકીપર પંતના હાથમાં ઝિલાઈ ગયો હતો. આમ ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ૧૦ રનના કુલ સ્કોર પર જ પડી હતી.

અશ્વિને શ્રેણી બીજી વાર સ્મિથની વિકેટ ઝડપી

ભારતને શરૂઆતમાં જ સફળતા મળતા કેપ્ટન અજિંક્ય રહાણેએ અશ્વિનને બોલિંગમાં જલદી બોલાવવાનો નિર્ણય કર્યો અને તેનો આ નિર્ણય સાચો પણ ઠર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર જ્યારે ૩૫ રન પર પહોંચ્યો હતો ત્યારે ૩૯ બોલમાં ૩૦ રન બનાવીને બેટિંગ કરી રહેલો મેથ્યૂ વેડ અશ્વિનની બોલિંગમાં રવીન્દ્ર જાડેજા દ્વારા કેચઆઉટ થઈ ગયો હતો. કાંગારું ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલાં જ અશ્વિને ઓસ્ટ્રેલિયાને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા સ્મિથ ખાતું ખોલાવે એ પહેલાં અશ્વિને શ્રેણીમાં બીજી વાર પોતાનો શિકાર બનાવ્યો હતો. ગત મેચમાં સ્મિથ માત્ર એક રન બનાવીને અશ્વિનની બોલિંગમાં આઉટ થઈ  ગયો હતો. ૩૮ રનના કુલ સ્કોર પર સ્મિથ આઉટ થઈ ગયો હતો.

લાબુશાનેની લડાયક બેટિંગ

જોકે ત્યાર બાદ ત્રીજા ક્રમે બેટિંગમાં લાબુશાને અને પાંચમા ક્રમે બેટિંગમાં આવેલા ટ્રેવિસ હેડની જોડી જામી હતી અને આ બંને બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન ટીમનો રકાસ ખાળીને સ્કોરને ૧૨૪ રન સુધી લઈ ગયા હતા. જોકે આ જ સ્કોર પર બૂમરાહ ત્રાટક્યો હતો અને તેણે ટ્રેવિસ હેડને અજિંક્ય રહાણેના હાથમાં ઝિલાવી દીધો હતો. હેડે ૯૨ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૩૮ રન બનાવ્યા  હતા. આ બંને ખેલાડીએ ૩૮ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઓસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ ૧૩૪ રનના કુલ સ્કોર પર પડી હતી. એક છેડો સાચવીને ધૈર્યપૂર્વક બેટિંગ કરી રહેલો લાબુશેન ૧૩૨ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૪૮ રન બનાવીને મોહંમદ સિરાઝનો શિકાર બન્યો હતો. સિરાઝની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. ત્યાર બાદ ભારતીય બોલરો નિયમિત અંતરે વિકેટ ઝડપવામાં સફળ ગયા હતા. 

આજે ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે

ઉલ્લેખનીય છે કે આજે ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ ફેરફાર વિના મેદાનમાં ઊતરી છે. શુભમન ગિલ અને મોહંમદ સિરાઝે આજે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે.  આ ઉપરાંત ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ  કરવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND Vs AUS Team India melbourne test ક્રિકેટ ટીમ ઇન્ડિયા મેલબર્ન IND vs AUS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ