બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Australian batsman Steve Smith breaks silence on scuffgate controversy

ક્રિકેટ / પંતની ક્રીઝ લાઈન ભૂંસી નાખવા મામલે સ્મિથનો ઉદ્ધતાઈભર્યો ખુલાસો; જાણીને ગુસ્સો આવશે

Published By: Shalin

Last Updated: 04:27 PM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટનો પાંચમો દિવસ પંત, પૂજારાના, હનુમા અને અશ્વિનના નામે રહ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એક એવી 'અંચઈ' કરી, જેના કારણે તે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થયો.

સિડની ટેસ્ટની ચોથી ઇનિંગ્સ દરમિયાન જ્યારે ડ્રિન્ક્સ બ્રેક થયો ત્યારે ઋષભ પંત પીચ છોડીને પાણી પીવા ચાલ્યો ગયો. એ દરમિયાન સ્મિથે મોકો જોઈને પોતાના શૂઝથી પીચને નુકસાન પહોંચાડ્યું. ઓસ્ટ્રેલિયન ટીમ વિકેટ ઝડપવા માટે રઘવાઈ બની હતી, તેથી સ્મિથે પોતાના બોલરની મદદ કરવા માટે આ હરકત કરી.

સ્ટમ્પ્સના કેમેરાના ઝીલાઈ ગઈ અંચઈ

સ્ટીવ સ્મિથની એ 'અંચઈ' સ્ટમ્પ્સમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ સ્મિથની આ હરકતને છુપાવવાની કોશિશ કરી અને તરત જ ટીવી પર જૂના ફૂટેજ દેખાડવાનું શરૂ કરી દીધું. આમ છતાં સ્મિથનો આ ગુનો છુપાવી શકાયો નહીં, કારણ કે ઓસ્ટ્રેલિયાની બહાર જે ટેલિવિઝન ફિડ મળી રહ્યા હતા તેમાં સ્મિથ પીચને નુકસાન પહોંચાડતો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. જો કે ક્રીઝ પર પાછા ફરીને ઋષભ પંતે પોતાના બેટથી પીચના એ હિસ્સાને ફરીથી સમથળ કરી નાખ્યો.

સ્મિથનો  ઉદ્ધતાઈભર્યો જવાબ 

હવે સ્ટીવ સ્મિથે આ 'અંચઈ' પર ખુલાસો કરતાં કહ્યું, "હું આવી પ્રતિક્રિયાથી ઘણો નિરાશ થયો છું. હું કેટલીક ચીજો સમજવા અને અભ્યાસ કરવા માટે આવું કરી રહ્યો હતો. હું આવું દરેક મેચમાં કરું છું, જેથી એ સમજી શકું કે અમે ક્યાં બોલિંગ કરી રહ્યા છીએ અને બેટ્સમેન તેનો સામનો કેવી રીતે કરે છે. મને નિશાન ભૂંસવાની આદત છે."

સ્મિથના ચેડા આઈસીસી હેઠળ ગુનો બને છે 

સ્ટીવ સ્મિથે જે કર્યું તે આઇસીસીની કલમ ૨.૧૦ અંતર્ગત ગુનો માનવામાં આવે છે. નિયમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, 'જે ફિલ્ડર જાણીજોઈને પીચને નુકસાન પહોંચાડે છે તેને લેવલ-૧ અથવા લેવલ-૨નો ગુનો મનાશે.' આઇસીસી સ્મિથના આ ગુનાને ગંભીરતાથી લઈને તેની સામે કાર્યવાહી કરી શકે છે. 

ખેલાડી અને તજજ્ઞોએ ટ્વીટર ઉપર સ્મિથની ટીકા કરી

આ ઘટના અંગે ભારતનો ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ ગિન્નાયો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું, "બધું જ અજમાવી  લીધું... સ્મિથે પંતનું ગાર્ડ પણ ભૂંસી નાખ્યું, પરંતુ કંઈ જ કામ આવ્યું નહીં. ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારહ આના... મને મારી ભારતીય ટીમ પર ગર્વ છે."

આ ઉપરાંત આકાશ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું, "જૂતાં ઘણી ચીજો માટે ઉપયોગમાં લેવામાં આવે છે, હરીફ ટીમના બેટ્સમેનનું ગાર્ડ ભૂંસી નાખવા માટે પણ..." સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રેમીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને એમાંય ટ્વિટર પર તો સ્મિથ માટે 'ચીટર' શબ્દ ટ્રેન્ડ કરી રહ્યા છે.

પોતાની હરકતો માટે દંડાઈ ચુક્યો છે સ્મિથ 

બોલ સાથે ચેડાં કરવાના આરોપસાર આઇસીસી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ પણ ફરમાવી દીધો હતો અને સાથે સાથે તેણે કેપ્ટનપદ પણ ગુમાવવું પડ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND Vs AUS Rishabh Pant Steve Smith sports ઋષભ પંત ક્રિકેટ સ્ટીવ સ્મિથ સ્પોર્ટ્સ IND vs AUS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ