બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / AUS vs PAK: The last Test match of the legendary player

ફેયરવેલ / AUS vs PAK: દિગ્ગજ ખેલાડીની છેલ્લી ટેસ્ટ મેચ, દીકરીઓ સાથે ઉતર્યો મેદાનમાં, તાળિયોથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ

Sanjay Vibhakar

Last Updated: 11:07 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

David Warner Retirement:સિડનીમાં આજે પાકિસ્તાન-ઓસ્ટ્રેલીયા વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ. આ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરનો આ અંતિમ ટેસ્ટ મેચ છે.

  • ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરનો આ અંતિમ ટેસ્ટ મેચ 
  • છેલ્લા 13 વર્ષમાં ટેસ્ટ ઓપનર તરીકે સૌથી વધુ સદી
  • ત્રણેય ફોર્મેટની અંદર દબદબો 

ઓસ્ટ્રેલીયા અને પાલિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો અંતિમ મેચ સિડનીમાં શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરનો આ અંતિમ ટેસ્ટ મેચ છે. આ મેચ સમાપ્ત થયા બાદ ડેવિડ વોર્નર ક્યારેય પણ ટેસ્ટ જર્સીમાં નહીં જોવા મળે. 

સિડની ક્રિકેટ મેદાન
તેમના આ અંતિમ મેચમાં, સિડની ક્રિકેટ મેદાનમાં ડેવિડ વોર્નરની એન્ટ્રી ખુબજ આકર્ષક હતી. આ મેચ પહેલા રાષ્ટ્રગાન માટે મેદાનમાં આવતી વખતે તેમની સાથે તેમની ત્રણ દીકરીઓ પણ હાજર હતી. આ દ્રશ્યને લોકોએ તાળીઓથી વધાવી લીધું હતું. સિડની ક્રિકેટ મેદાન પર હાજર દર્શકો, ક્રિકેટર્સ અને કમેન્ટેટરોએ જોરદાર તાળીઓથી સ્વાગત કર્યું હતું. 

ડેવિડ વોર્નરનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ
11 જાન્યુઆરી 2009 નાં રોજ ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે T20 આંતરરાષ્ટ્રીયમાં તેમને પ્લેયર 11માં જગ્યા મળી હતી. પોતાની પહેલી જ મેચમાં તેણે 43 બોલમાં 89 રન બનાવીને ધૂમ મચાવી દીધી હતી. ત્યારથી, તેની 14 વર્ષની કારકિર્દીમાં, તેણે T20, ODI અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણી મજબૂત ઇનિંગ્સ રમી છે. 

છેલ્લા 13 વર્ષમાં ટેસ્ટ ઓપનર તરીકે સૌથી વધુ સદી
ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે એક શાનદાર ઓપનર સાબિત થયા છે. જો તમે તેના આંકડાઓ પર નજર કરશો તો તમને ખબર પડશે કે જ્યારથી તેણે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે ત્યારથી ક્રિકેટ જગતમાં તેની સમાન કોઈ ટેસ્ટ ઓપનર નથી આવ્યો. તેણે છેલ્લા 13 વર્ષમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે જેટલી સદી ફટકારી છે એટલી સદી આજ સુધી કોઈએ ફટકારી નથી. 

ત્રણેય ફોર્મેટની અંદર દબદબો 
ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 111 મેચ રમી છે. અહીં તેણે 44.58ની બેટિંગ એવરેજ સાથે કુલ 8695 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 26 સદી અને 36 અડધી સદી ફટકારી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સૌથી વધુ સ્કોર 335 રન છે. વોર્નરે ODI અને T20માં પણ સારૂ પ્રદર્શન કર્યું છે. વોર્નરે 161 વનડેમાં 45.30ની એવરેજથી 6932 રન અને 99 ટી20 મેચમાં 32.88ની એવરેજથી 2894 રન બનાવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

AUS vs PAK AUS vs PAK test match David warner ક્રિકેટ ડેવિડ વોર્નર નિવૃતિ Farewell
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ