બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોંગ્રેસમાં મહિલા કાઉન્સિલર દ્વારા કાળા જાદુના મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમા હવે પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. મહિલા કાઉન્સિલર જમનાબેન વેગડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમા તેઓ કાળૂજાદુીન વાત કરી રહ્યા છે. જેથી આ મામલે હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
સસ્પેન્ડ થવા સુધીની કાર્યવાહી થઈ શકશે
જે ઓડિયો વાયરલ થયો છે તેમા કાળા જાદુનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આ મામલે જો જમનાબેન વેગડા દોષિત સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમા તપાસમાં જો મહિલા કાઉન્સિલર દોષી સાબિત થશે તો પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
AMC વિપક્ષ નેતા સામે તાંત્રિક વિધી કરાવી હોવાનું ષડયંત્ર
પાર્ટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આવી કોઈ પણ ઘટનાઓને ચલાવી લેવામાં નહી આવે. આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં દાણીલિમડાના કાઉન્સિલર જમનાબેન વેગડાનો ઓડિયો વાયરલ થયો હતો. જેમા AMC વિપક્ષ નેતા શહેજાદ પઠાણ સામે તાંત્રિક વિધી કરવવાનું ષડયંત્ર સામે આવ્યું છે.
ADVERTISEMENT
MLA શૈલેષ પરમાર સામે પણ તાંત્રિક વિધી કરાવી હોવાનું ષડયંત્ર
ઉલ્લેખનીય છે કે જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે તેમા MLA શૈલેષ પરમાર સામે પણ તાંત્રિક વિધી કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. જેથી હવે આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જમનાબેન સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આ પ્રકારની ઘટના ક્યારેય નહી ચલાવે જેથી આ મામલે હવે જો તેઓ દોષી સાબિત થશે તો પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવના સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.