બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / At least 32 people killed in Turkey in separate road accidents

BIG NEWS / તુર્કીમાં ગંભીર દુર્ઘટના: બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

Published By: Dhruv

Last Updated: 08:12 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ-પૂર્વી તુર્કીમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકો મોતને ભેટ્યા છે. જેમાં માર્ડિનમાં એક પૂરપાટ ઝડપે આવેલી ટ્ર્કે 16 લોકોને કચડી નાખ્યા.

  • તુર્કીમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં 32ના મોત
  • પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો, મુસાફરોથી ભરેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ
  • બીજી દુર્ઘટના માર્ડિન શહેરમાં ઘટી હતી કે જ્યાં બેકાબુ ટ્રકે અનેક લોકોને કચડી નાખ્યા

તુર્કી કે જ્યાં બે ગંભીર રોડ અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતોમાં 32 લોકોના મોત નિપજ્યા છે કે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાઇ રહ્યું છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી બસનો અકસ્માત સર્જાયો કે જેમાં 16 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે બીજી દુર્ઘટના માર્ડિન શહેરમાં ઘટી હતી કે જ્યાં એક બેકાબુ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 16 લોકોના મોત નિપજ્યા છે. એવું કહેવાઇ રહ્યું છે કે ટ્રકની બ્રેક ફેલ થવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બે અલગ-અલગ ગંભીર અકસ્માત

દક્ષિણપૂર્વીય પ્રાંત ગાઝિયાંટેપના પ્રાદેશિક ગવર્નર દાવુત ગુલે જણાવ્યું હતું કે, દુર્ઘટનાસ્થળે એક બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઇમરજન્સી કર્મીઓ અને પત્રકારો સહિત 16 લોકોના મોત થયા હતા. અન્ય 20 લોકો ઘાયલ થયા છે કે જેઓની હાલમાં સારવાર ચાલી રહી છે. તેઓએ જણાવ્યું કે, 'જ્યારે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને અન્ય સહાયકો અકસ્માત સ્થળે મદદ કરી રહ્યાં હતા, ત્યારે બીજી બસ 200 મીટર પાછળ અથડાઈ હતી. તેને મદદ કરતી ટીમ અને ઘાયલ લોકોને જમીન પર ટક્કર મારી દીધી.'

અનેકની હાલત ગંભીર

જ્યારે માર્ડિનથી 250 કિમી (150 માઈલ) દૂર એક ટ્રકે લોકોની ભીડને કચડી નાખી કે જેમાં 16 લોકો મોતને ભેટ્યાં. જોકે આ બંને દુર્ઘટનાઓ વચ્ચે કોઇ તાલમેલ નથી જોવા મળતો. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહાર્ટિન કોકાનું કહેવું છે કે, બીજી દુર્ઘટનામાં એ 29 લોકો ઘાયલ થયા છે કે જેમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Road Accident Turkey Accident ગંભીર દુર્ઘટના તુર્કી માર્ગ અકસ્માત Turkey Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ