બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / At first ball OUT looked terribly disappointed and angry, look who gave consolation

VIDEO / પહેલી જ બોલે OUT થઈ જતાં ભયંકર નિરાશ અને ગુસ્સે દેખાયો વિરાટ, જુઓ કોણે આપી સાંત્વના

MayurN

Last Updated: 06:16 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીનો એક વીડિઓ સામે આવ્યો છે જેમાં એની હતાશા અને ગુસ્સો નજરે આવે છે. આ સીઝનમાં એકદમ ખરાબ પ્રદર્શનના કારણે પોતે બિલકુલ ખુશ નથી.

  • વિરાટ કોહલી આ સીઝનમાં 3 વાર ગોલ્ડન ડક ના શિકાર. 
  • આઇપીએલ 2022 ની સીઝનમાં કોહલીનું ખરાબ પ્રદર્શન રહ્યું છે 
  • RCB હાલ પોઈન્ટ ટેબલમાં 4 નંબરના સ્થાને છે.  

 

આજની મેચ RCB vs SRH
IPL 2022ની  54મી મેચ સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 3.30 વાગ્યે રમાવાની છે. આ મેચમાં RCB એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી ઓપનિંગ જોડીમાં કેપ્ટન કોહલી અને ફાફ ડુ પ્લેસી મેદાનમાં ઉતર્યા હતા. જેમાં પહેલા જ બોલ પર પૂર્વ કેપ્ટન કોહલી આઉટ થઈ ગયા હતા.ઓપનિગ ખેલાડી કોહલીને સૂચીથે પહેલા બોલે ગોલ્ડન ડક આઉટ કર્યા હતા. વિરાટ કોહલી પોતાની આ આઈપીએલ સીઝનમાં ત્રણ વાર ગોલ્ડન ડકનો શિકાર થયા છે. 

વિરાટ બન્યો પહેલા બોલે ગોલ્ડન ડકનો શિકાર
ફુલ લેન્થ બોલને વિરાટ કોહલી ફ્લિક કરવા ગયો અને બોલ સીધો કેપ્ટન કેન વિલિયમસનના હાથમાં પકડાવી દીધો હતો.આ જ સાથે વિરાટ કોહલીને પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયનમાં જવું પડ્યું હતું. જેના લીધે વિરાટ ઘણો નાખુશ નજર જોવા મળ્યો. ડ્રેસિંગ રૂમમાં પણ વિરાટ ખૂબ ચિંતિત અને હતાશ હતો. તે પોતાના ટીમમેટ સાથે આ વિશે ચર્ચા કરી રહ્યો હતો ત્યાર પછી હેડ કોચ સંજય બંગર આવીને કોહલીને સાંત્વના આપી અને એક હગ પણ આપ્યું હતું. છતાં પણ વિરાટ પોતાના પર્ફોમન્સથી નાખુશ હોય એવું લાગી રહ્યું છે.  

 

કિંગ કોહલીનું પર્ફોમન્સ પણ નબળું 
RCBના ભૂતપૂર્વ કેપ્ટન અત્યાર સુધી 12 મેચોમાં માત્ર એક જ અડધી સદી ફટકારી છે  અને સરેરાશ રન પણ બહુજ ઓછા છે. તેણે અત્યાર સુધીની 12 ઇનિંગ્સમાં 19.63 ની સરેરાશ અને 111.34ની સ્ટ્રાઇક રેટથી માત્ર 219 રન જ  બનાવ્યા છે.અત્યારે પોઈન્ટ ટેબલ પર RCB 4 નંબર પર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Faf Du Plessi IPL 2022 RCB vs SRH Video Virat Kohli Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ