બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કુંડળી, હાથની રેખાઓ, ટેરો કાર્ડ વગેરે દ્વારા તો ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત મળે છે. આ ઉપરાંત ઘણી વસ્તુઓ છે જે આ વિશે ઈશારા આપે છે. રાત્રે જોવામાં આવેલા અમુક સપનાઓ, કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નિકળતી વખતે અમુક ખાસ વસ્તુઓનું દેખાવું અથવા વ્યક્તિની સાથે કોઈ ઘટનાનું બનવું પણ તેના ભાગ્યમાં થનાર અમુક ખરાબ વસ્તુઓના સંકેત આપે છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં સારા સંકેતો લઈને આવે છે.
.jpg)
ADVERTISEMENT
રસ્તામાં આ વસ્તુઓનું મળવું શુભ સંકેત
જો ક્યાંક જતી વખતે રસ્તામાં શંખ, સિક્કા, ઘોડાની નાળ મળે તો આ ખૂબ જ શુભ સંકેત છે. રસ્તામાં સ્વસ્તિકનું ચિન્હ જોવું અથવા કોઈ વસ્તુઓ મળવી જેમાં સ્વસ્તિક બનેલો હોય તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. રસ્તામાં મળેલી આ વસ્તુઓને પ્રણામ કરીને લઈ લો. પછી તેને ઘરના આંગણામાં અથવા બગીચામાં દાટી દો અથવા પુજાના સ્થાન પર મુકો. તેનાથી તમારુ ભાગ્ય ચમકી જશે.
અચાનક ઉંધા કપડા પહેરી લેવા
ક્યાંરેય એવું થયું છે કે તમે ભુલથી ઉંઘા કપડાં પહેરી લીધા હોય? જો હા તો આ એક શુભ સંકેત છે. આવું થવા પર સમજી લો કે ઘન લાભ થવાનો છે.
ADVERTISEMENT
.jpg)
રસ્તામાં પાણી ભરેલુ વાસણ જોવું
જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરથી બહાર નિકળી રહ્યા છો અને પાણી ભરેલું વાસણ તમને દેખાય છે તો એનો મતલબ છે કે તે તમને તે કામમાં સફળતા મળશે.
ADVERTISEMENT
શેરડી દેખાવી
જો સવારે ઘરેથી નીકળતાની સાથે જ શેરડીનો ઢગલો દેખાય તો આ ખુબ જ શુભ સંકેત છે. આ જીવનમાં આવનાર શુખ સમૃદ્ધિનો સંકેત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.