બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Astrology : if these animals are coming in dreams know what it means swapna shastra

સ્વપ્ન શાસ્ત્ર / જો સપનાંમાં દેખાય છે આ પ્રાણીઓ તો ચમકવાની છે કિસ્મત ! જુઓ શું છે ખુશ ખબર

Published By: Dhruv

Last Updated: 06:32 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્ન શાસ્ત્ર: જ્યારે સપનાંમાં હાથી, ઘોડા, સિંહ અને ભાલૂ જેવા પ્રાણીઓ વારંવાર દેખાય છે તો તેની પાછળ શું કારણ છે તે જાણવું અતિ આવશ્યક છે. સપનાંઓ જોવા સામાન્ય છે પણ જ્યારે આવા સપનાં વારંવાર આવે ત્યારે તેની પાછળ જરૂરથી કોઇ મોટું કારણ હોય છે. આવો જાણીએ...

  • દરેક સ્વપ્ન પાછળ છે કે કારણ
  • સ્વપ્ન શાસ્ત્રમાં આપેલ છે માહિતી
  • આ પ્રાણીઓના સપનાં ચમકાવશે કિસ્મત

કેટલાક લોકોને નિંદરમાં વિચીત્ર સપનાંઓ આવતાં હોય છે. કેટલાકને અતિ ભયાનક તો કેટલાકને અત્યંત સારાં સપનાઓ આવતાં હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જે રીતે તમે સપનાંઓ જુઓ છો તેનો સંબંધ તમારા વર્તમાન જીવન સાથે હોય જ છે. જો તમને સપનાંમાં હાથી, ઘોડા, સિંહ અને ભાલૂ જેવા પ્રાણીઓ વારંવાર દેખાય છે તો તેનો શું અર્થ સ્વપ્ન શાસ્ર્ તારવે છે તે જાણો.

જ્યારે સપનાંમાં દેખાય ભાલૂ કે સસલું


સ્વપ્ન શાસ્ર્ના તજજ્ઞો અનુસાર, જો કોઇ વ્યક્તિને પોતાના સપનાંમાં જો ભાલૂ દેખાય છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. સપનાંમાં ભાલૂ દેખાવાનો અર્થ એ છે કે તમને કોઇ ખુશ ખબર મળવાની છે. સસલું અતિ કોમળ પ્રાણી છે જો તે તમને સપનાંમાં દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને તમારા જીવનસાથીની સાથેના સંબંધમાં મીઠાશ વધવાની છે. આ ઉપરાંત તમારા અટકેલા કામ પણ જલ્દીથી પૂરાં થશે.

જ્યારે સપનાંમાં દેખાય સિંહ કે જિબ્રા
સ્વપ્ન શાસ્ત્રના જાણકારો અનુસાર જો સપનાંમાં જિબ્રા દેખાય છે તો તમારાં જીવનમાં સારાં દિવસોની શરૂઆત થવાની છે અને ઉન્નતિના નવા રસ્તાઓ ખુલવાના છે. જો તમારા સપનાંમાં  સિંહ આવે છે તો તેનો અર્થ એ છે કે કોર્ટ કચેરીમાં ચાલતા તમારા કેસમાં તમને મોટી જીત મળવાની છે અને સફળતાનાં માર્ગ પર આગળ વધવાનાં છે. 

સપનાંમાં દેખાય હાથી, ગાય કે ઘોડાં
સ્વપ્નમાં હાથીનું દેખાવું જીવનમાં શુભ સંકેતને દર્શાવે છે. સપનાંમાં ઘોડાં દેખાવાનો અર્થ એ છે કે તમારા કરિયર અને બિઝનેસ એક નવી ઊંચાઇ પર જવાનો છે. તમારાં જીવનમાં જો કોઇ મુશ્કેલી છે તો તેનો અંત આવવાનો છે. જો સપનાંમાં ગાય દેખાય છે તો એ પણ ઉન્નતિના માર્ગ પર આગળ વધવાની તરફ ઇશારો કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Animals Astrology Dreams પ્રાણીઓ સ્વપ્નશાસ્ત્ર Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ