બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / એશિયા કપની ટ્રોફીમાં કેટલું હોય છે સોના-ચાંદી? ખરેખર જાણવા જેવું

Asia Cup 2025 / એશિયા કપની ટ્રોફીમાં કેટલું હોય છે સોના-ચાંદી? ખરેખર જાણવા જેવું

Jinal Chauhan

Last Updated: 06:24 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025ની ટ્રોફી માત્ર એક પુરસ્કાર જ નહીં પણ એનું મટેરિયલ અને ડિઝાઈન પણ ખાસ છે. સોના અને ચાંદીની પરત તેને વધારે ખાસ બનાવે છે.આવો જાણીયે આ ટ્રોફીમાં સોના અને ચાંદીનું પ્રમાણ કેટલું છે.

પાકિસ્તાને એશિયા કપ 2025માં સેમીફાઈનલમાં ગુરુવાર રાત્રે બાંગ્લાદેશને પછાડીને ફાઈનલમાં એન્ટ્રી કરી દીધી છે. આ સાથે જ ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત આવવાનો છે, કારણ કે હવે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમની મેચ ફિક્સ થઈ શકે છે. અને આ મુકાબલો 28 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આવો જાણીયે એશિયા કપની ટ્રોફીમાં કેટલું સોનુ અને ચાંદી છે.

એશિયા કપ 2025ની ટ્રોફી

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફી ચર્ચામાં છે. જો કે, ટ્રોફીની ચોક્કસ ધાતુ સામગ્રી અને વજન વિશેની સત્તાવાર માહિતી મર્યાદિત છે.એશિયા કપ ક્રિકેટ ટ્રોફી માત્ર એશિયાઈ ક્રિકેટની પ્રતિષ્ઠાનું પ્રતિક નથી,પરંતુ તેની ધાતુની રચના અને ડિઝાઇન પણ વિશેષ મહત્વ ધરાવે છે.જોકે ટ્રોફીમાં સોના અને ચાંદીના ચોક્કસ પ્રમાણ અંગે સત્તાવાર માહિતી મળી નથી.પરંતુ તેની બનાવટ અને ડિઝાઇન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ તથ્યો સામે આવ્યા છે.

vtv_app_add.width-800

ટ્રોફીની ખાસ વાત

એશિયા કપ ટ્રોફીનું નિર્માણ સોનાની પરત ચઢાવેલી ધાતુથી કરવામાં આવ્યું છે, જેના ઉપર ચાંદીની પરત લગાવવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ટ્રોફીની બહારની સપાટી પર સોનાની પરત છે, જ્યારે તેની મુખ્ય રચના ચાંદીની છે. જોકે, સોનું અને ચાંદીનું ચોક્કસ પ્રમાણ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. આ ચમકદાર ટ્રોફીને જોતા એવું લાગે છે કે આમાં મહત્વપૂર્ણ પ્રમાણમાં સોનું-ચાંદી ઉમેરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એશિયા કપ ફાઈનલ પહેલા પાકિસ્તાનનો મોટો નિર્ણય, સમગ્ર ટુર્નામેન્ટનો કર્યો બહિષ્કાર

ડિઝાઈન કેવી છે?

લંડનના જાણીતા સિલ્વરસ્મિથ થોમસ લાઈટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનને 2019માં એશિયા કપમાં રજુ કરવામાં આવી હતી. આ ટ્રોફીની ઊંચાઈ 78 સેન્ટીમીટર અને પહોળાઈ 42 સેન્ટીમીટર છે અને તેનું વજન આશરે 15 કિલોગ્રામ છે. જેમાં કમળના ફુલની ડિઝાઈન સામેલ છે, જે એશિયામાં શાંતિ, એકતા અને સૌહાર્દનું પ્રતિક માનવામાં આવે છે.જેમાં કમળની પાંખડીઓ એશિયન ફુટબોલ પરિસંઘના પાંચ ઉપ સંઘોનું પ્રતિનિધિત્વ કરે છે.

400 કલાક લાગ્યા ટ્રોફી બનતા

આ ટ્રોફીના નિર્માણમાં અંદાજે 400 કલાકનો સમય લાગ્યો હતો, જેમાં 12 અલગ-અલગ કારીગરોએ ભાગ લીધો હતો.તેની જટિલતા અને કારીગરી તેને એક પ્રતિષ્ઠિત એવોર્ડ બનાવે છે.એશિયા કપ ટ્રોફી માત્ર એક રમતનો એવોર્ડ નથી,પરંતુ એ એશિયન ક્રિકેટની સમૃદ્ધિ અને ગૌરવનું પ્રતિક પણ છે.તેની ધાતુની રચના,ડિઝાઇન અને પ્રતિકાત્મકતા તેને ખાસ બનાવે છે અને તે વિજેતા ટીમ માટે એક અમૂલ્ય ખજાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup Trophy Gold Silver Asia Cup 2025 Trophy Metal Details Asia Cup Cricket Trophy Facts
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ