બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2022 ind vs pak t20i match team india win five imp factors

IND vs PAK / જય હો! પંડ્યાનું શાનદાર પ્રદર્શન અને ભુવીની મજબૂત બોલિંગ, ભારતની જીતના આ 5 મોટા કારણો

Published By: Dhruv

Last Updated: 08:21 AM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2022માં IND-PAK વચ્ચેની મેચમાં ભારતે 5 વિકેટથી પાકિસ્તાનને પરાજય આપ્યો. ત્યારે એવા કયા પાંચ પરિબળો હતા કે જેના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી દીધું.

  • એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
  • ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું
  • હાર્દિકે વિનિંગ સિક્સ ફટકારી અપાવી રોમાંચક જીત

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે પોતાના હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી નાખ્યું. પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે બે બોલ બાકી રહેતા પૂરો કરી દીધો હતો. આ જીત સાથે ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન મળેલી હારનો બદલો લીધો હતો.

પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમની જીત માટેના અનેક પરિબળો હતા. જ્યાં ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી પાકિસ્તાની ટીમની તમામ 10 વિકેટો ઝડપી તેનું 150 રનમાં જ પિલ્લુ વાળી દીધું હતું. આ સાથે જ બેટિંગમાં પણ મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને પાર કરી હતી. ત્યારે અહીં જોઇશું કે એવા કયા પાંચ પરિબળો હતા કે જેના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચ જીતી લીધી.

હાર્દિકનો ઓલરાઉન્ડ પંચઃ તમને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાની જીતનો હીરો હતો હાર્દિક પંડ્યા. પંડ્યાએ પ્રથમ બોલમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિકે પ્રથમ મેચની 13મી ઓવરમાં ઈફ્તિખાર અહેમદ (28 રન) ને આઉટ કરી 45 રનની ભાગીદારી તોડી નાખી હતી. ત્યાર બાદ તેની આગામી ઓવરમાં તેણે મોહમ્મદ રિઝવાન (43 રન) અને ખુશદિલ શાહ (2 રન) ને પેવેલિયન પરત મોકલ્યા હતા. ત્યાર બાદ હાર્દિકે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા માત્ર 17 બોલમાં 33 રન બનાવ્યા. એ દરમિયાન હાર્દિકે 19મી ઓવરમાં હારિસ રઉફને ત્રણ ચોગ્ગા ફટકાર્યા, જેનાથી ભારત પરનું દબાણ સંપૂર્ણપણે દૂર થઈ ગયું. અંતમાં હાર્દિકે 20મી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને શાનદાર અંદાજમાં મેચ ફિનિશ કરી દીધી. હાર્દિક પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા.

ભુવીની મજબૂત બોલિંગઃ ઝડપી બોલર ભુવનેશ્વરકુમાર સંપૂર્ણપણે ભારતીય ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. ભુવીએ 4 ઓવરમાં 26 રન આપી ચાર વિકેટ લીધી હતી. પાકિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. ભુવનેશ્વર કુમારે મેચની સૌથી પહેલા ત્રીજી ઓવરમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (10 રન) ને આઉટ કરી  પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો હતો. બાદમાં ભુવનેશ્વર કુમારે આસિફ અલી (9 રન), શાદાબ ખાન (10 રન) અને નસીમ શાહ (0 રન) ની વિકેટ પણ ઝડપી લીધી હતી.

કોહલીનું ઉપયોગી યોગદાન: વિરાટ કોહલીએ પોતાની સોમી ટી20 ઈન્ટરનેશનલ રમતા 35 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતે પહેલી જ ઓવરમાં કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે કેપ્ટન રોહિત શર્મા સંઘર્ષ કરતો જોવા મળ્યો. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ કેટલાક શાનદાર શોટ રમીને સ્કોર બોર્ડને આગળ વધાર્યું હતું. જોકે, કોહલી કમનસીબ હતો કે તે આ ઇનિંગને મોટા સ્કોરમાં બદલી ન શક્યો. કોહલીને સ્પિન બોલર મોહમ્મદ નવાઝે વોક કર્યો હતો.

'સર' જાડેજાનો ધડાકોઃ રોહિત શર્માના આઉટ થયા બાદ લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન બનાવવા રવિન્દ્ર જાડેજાને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. જાડેજાએ બિલકુલ પણ નિરાશ ન કર્યો અને એક છેડો અંકુશમાં રાખ્યો હતો. 15મી ઓવરમાં 89 રનના સ્કોર પર ભારતની ચોથી વિકેટ પડી ત્યારે મેચ અટકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં જાડેજાએ હાર્દિક સાથે 52 રન જોડીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. 20મી ઓવર પહેલા બોલ પર જાડેજા આઉટ થયો ત્યારે ભારત જીતની નજીક હતું. જાડેજાએ બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya India vs Pakistan asia cup 2022 એશિયા કપ 2022 ભારત-પાકિસ્તાન હાર્દિક પંડ્યા IND VS PAK

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ