ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:55 PM, 24 March 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
યૂ ટ્યૂબ પર જ અપલોડ કરી દો ધ કશ્મીર ફાઈલ્સ - કેજરીવાલ
કેજરીવાલનું કહેવું છે કે હરિયાણામાં BJPનાં MLAએ એલાન કર્યું હતું કે તેઓ પાર્કમાં ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ ફ્રીમાં બતાવશે કે તરત જ વિવેક અગ્નિહોત્રીનું ટ્વીટ આવ્યું કે આ પ્રકારે ફ્રીમાં સ્ક્રીનીંગ એક ક્રાઈમ છે. આગળ કેજરીવાલ કહે છે કે કશ્મીરી પંડિતોનાં નામ પર લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને તમને પોસ્ટર લગાવવાનું કામ આપી દીધું છે. હવે તો આંખો ખોલો. ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની પણ શું જરૂર છે, સીધી યૂ ટ્યૂબ પર ઉપલોડ કરી દો એટલે ફ્રી થઇ જશે.
ADVERTISEMENT
કેજરીવાલનો મોદી પર વાર
કેજરીવાલ મોદી પર પ્રહાર કરતા કહે છે કે હિટલર પણ પોતાના નોકરોને નોકરી આપતો હતો. ઈતિહાસ ઊઠાવીને જોઈ શકો છો. મોદીએ શું આપ્યું તમને? નોકરી ન આપી, ઘરમાં ખાવા પીવાની વ્યવસ્થા પણ ન કરાવી, વિજળીની સુવિધાની વ્યવસ્થાનું શું?
AAP જ જરૂર પડ્યે લોકોને મદદ કરે છે
કેજરીવાલ આગળ કહે છે કે મોદી નહી, પરંતુ કેજરીવાલ જ જરૂર પડ્યે કામ આવે છે. તમારા ઘરની વિજળી કેજરીવાલે જ ફ્રી કરાવી છે. દિલ્હીનાં 12 લાખ વ્યક્તિઓને નોકરી અપાવી છે. સ્કૂલ, હોસ્પિટલો બધું મેં જ વ્યવસ્થિત કરાવ્યું છે. તમારા ઘરમાં કોઈ બીમાર હોય તો કેજરીવાલ જ દવા પહોંચાડે છે, મોદી નહી.
ADVERTISEMENT
બધા જ BJP છોડીને AAPમાં આવી જાઓ - કેજરીવાલ
હજુ આગળ પણ કેજરીવાલ કહે છે કે હું BJPનાં કાર્યકર્તાઓ અને સપોર્ટરોને કહેવા માંગુ છુ કે જરાક મગજ ખોલો. આ લોકો તમને ઘેટા બકરાની જેમ હાંકી રહ્યા છે. આ બધું બંધ કરીને બધા જ BJP છોડીને AAPમાં આવી જાઓ.
સંકળાયેલા મુદ્દાઓ