ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:02 AM, 10 April 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
એ. આર. રહેમાને આપ્યો અમિત શાહને સોશિયલ મીડિયા દ્વારા જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હાલમાં જ દેશમાં હિંદી ભાષા પર ભાર મુકવાની વાત કરી હતી, જ્યાર બાદથી જ હિંદી વિરોધી કેમ્પેન શરુ થઇ ગયા છે. એવું લાગી રહ્યું છે કે આ કેમ્પેનમાં હવે એ. આર. રહેમાન પણ સામેલ થઇ ચુક્યા છે.
ADVERTISEMENT
અમિત શાહે કહ્યું હતું કે અલગ અલગ રાજ્યોનાં લોકોએ એકબીજા સાથે હિંદીમાં વાત કરવી જોઈએ. હવે ઓસ્કાર વિનર સંગીત નિર્દેશક એ. આર. રહેમાને એક પોસ્ટ કરી છે.
— A.R.Rahman (@arrahman) April 8, 2022
ADVERTISEMENT
પોસ્ટ થઇ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
રહેમાનની આ પોસ્ટમાં મોડર્ન તામિલ પોએટ Bharathidasanની અમુક પંક્તિઓ લખી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તામિલ જ આપણા અસ્તિત્વનું મૂળ છે. આ પોસ્ટ પર લખ્યું છે કે 'તામિઝાનંગુ' એટલે કે Goddess Tamil અને આ સાથે જ મા તામિલની તસવીર પણ તેમણે શેર કરી છે. રહેમાનની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર અમિત શાહની વાતનો જવાબ માનવામાં આવી રહ્યો છે.
તામિલ બોલવાનું પસંદ કરે છે એ. આર. રહેમાન
ADVERTISEMENT
રહેમાને આ પોસ્ટ લગભગ 11 વાગ્યે શેર કરી હતી અને અત્યાર સુધીમાં લગભગ 14.6 હજાર રીટ્વીટ પણ થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે રહેમાન એ લોકોમાંથી છે જે કોઈપણ ભાષાથી વધારે તામિલમાં વાતચીત કરવાનું પસંદ કરે છે, ઇનફેકટ જ્યારે તેમને સ્લમડૉગ મિલિયેનિયર માટે બે ઓસ્કાર્સ મળ્યા હતા, ત્યારે પણ તેમણે પોતાની સ્પિચ Ellapughazum Iraivanukue કહેવાની સાથે જ પૂરી કરી હતી, જેનો અર્થ છે કે બધી પ્રાર્થના ભગવાન માટે જ છે.
સંકળાયેલા મુદ્દાઓ