બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોન અને સ્માર્ટવોચ પર સકંટ, સરકારી એજન્સીએ જાહેર કરી જરુરી વોર્નિંગ

તમારા કામનું / ફોન અને સ્માર્ટવોચ પર સકંટ, સરકારી એજન્સીએ જાહેર કરી જરુરી વોર્નિંગ

Published By: Bijal Vyas

Last Updated: 01:34 PM, 29 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ એક જરુરી વોર્નિંગ જારી કરી છે, જેમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અને સ્માર્ટવોચના યુઝર્સને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ એક જરુરી વોર્નિંગ જારી કરી છે, જેમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અને સ્માર્ટવોચના યુઝર્સને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા જારી કરવામાં આવી છે અને તે એપલ ડિવાઇસો માટે છે.

એક વોર્નિંગ સૂચવે છે કે, iPhone, iPad, Mac અને Apple Watch ડિવાઇસમાં ઘણી નબળાઈઓ - જેને ડિફેક્ટ મળી આવી છે. આ અંગે 26 માર્ચ, 2026 ના રોજ એક એડવાઇઝરી જારી કરવામાં આવી હતી.

CERT-In ની એડવાઇઝરીમાં જણાવાયું છે કે સાયબર છેતરપિંડી કરનારાઓ આ નબળાઈઓનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ, તેઓ ડિવાઇસ પર હાજર સંવેદનશીલ ડેટા ચોરી શકે છે - અને બેંકિંગ વિગતોની ઍક્સેસ પણ મેળવી શકે છે.

MacBook Neo Launched

CERT-In દ્વારા જારી કરાયેલ એક એડવાઇઝરીમાં જણાવાયું છે કે, આ નબળાઈઓ એપલના સોફ્ટવેર ઇકોસિસ્ટમના વિવિધ ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સિસ્ટમ કંપોનેટ્સ અને સિક્યોરિટી મેકેનિઝમની અંદર હાજર છે. આના કારણે સાયબર અટેકેર સિસ્ટમના વર્તન સાથે ચેડા કરી શકે છે અથવા સિક્યોરિટી વોલને બાયપાસ કરી શકે છે.

Apple ના ઘણા ડિવાઇસ અને જૂના સોફ્ટવેયર વર્ઝન પર ખતરો

  1. iOS અને iPadOS (26.4 અને 18.7.7 થી પહેલા વર્ઝન)
  2. macOS Tahoe (26.4 થી પહેલાના વર્ઝન)
  3. macOS Sequoia (15.7.5 થી પહેલા)
  4. macOS Sonoma (14.8.5 થી પહેલા)
  5. Safari (26.4 થી પહેલા)
  6. watchOS, tvOS અને visionOS (26.4 થી પહેલા )
  7. Apple Xcode (26.4 થી પહેલા)
phone-on-sale-2

ક્યા ક્યા જોખમો હોઇ શકે છે?

CERT-In ની એડવાઇઝરીમાં જણાવે છે કે, આ ખામીઓ ડિવાઇસને અલગ અલગ રીતે નુકસાન પહોંચાડી શકે છે. આવો તેના પર એક નજર કરીએ.

  • ડેટા ચોરી થઇ શકે છે.
  • મેલવેયર ફેલ થઇ શકે છે.
  • ડિવાઇસ ક્રેશ થઇ શકે છે.
  • પરવાનગી વિના અક્સેસ મળી શકે છે.

આ પણ વાંચોઃ ભારતમાં કેટલી હશે iPhone 18 Pro Max ની કિંમત, લિક્સ આવ્યા સામે

બચાવ માટે શું કરવુ જોઈએ?

CERT-In એ સલાહ આપી છે કે, બધા યૂઝર્સએ તાત્કાલિક તેમના Apple ડિવાઇસેસ લેટેસ્ટ સિક્યોરિટી અપડેટની સિસ્ટમ તરત સાથે અપડેટ કરવા જોઈએ. લોકો ઘણીવાર તેમના ડિવાઇસને અપડેટ નહીં કરે છે. કંપનીઓ વારંવાર સિક્યોરિટી અપડેટ જારી કરે છે, જે નવા જોખમો સામે બચાવમાં મદદ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

technology india cert warning apple security alert

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ