ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / Anushka Virat help child SPA procure world most expensive 16 cr medicine parents happy

મદદ / બાળકના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શન જરૂર હતી, તો વિરાટ-અનુષ્કાએ મદદ કરી બચાવ્યો જીવ

Published By: Noor

Last Updated: 09:49 AM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયાંશ ગુપ્તા નામનાં બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હતી. બીમારીની સારવાર માટેના વિરાટ કોહલી અને અનુષ્કાએ પૈસા એકઠાં કરવામાં કરી મદદ.

ADVERTISEMENT

  • અયાંશ ગુપ્તા નામનાં બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હતી
  • સારવાર માટેના વિરાટ કોહલી અને અનુષ્કાએ કરી મદદ
  • અન્ય સેલેબ્સ પણ મદદ માટે આવ્યા આગળ

હકીકતમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણાં સ્ટાર્સે ભેગાં મળીને એક બાળકનો ઈલાજમાં મોટો સહયોગ કર્યો છે. બાળકને એક દુર્લભ બીમારી હતી અને તેના ઈલાજ માટે દુનિયાની સૌથી મોંઘી દવામાંથી એક દવાની જરૂર હતી. જે અનુષ્કા અને વિરાટે ફંડરાઈઝરની મદદથી પૈસા ભેગાં કર્યા. 

અયાંશ ગુપ્તા નામના બાળકને SPA (સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી) જિનેટીક બીમારી હતી. જેના ઈલાજ માટે તેને Zolgensma નામની દવાની જરૂર હતી. આ દવા દુનિયાની સૌથી મોંઘી દવાઓમાંથી એક માનવામાં આવે છે. દવાની કિંમત 16 કરોડ રૂપિયા છે. વિરાટ અને અનુષ્કાએ ફંડરાઈઝરની મદદથી 11 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી અને બાકીના 5 કરોડ રૂપિયાની વ્યવસ્થા અન્ય સ્ટાર્સ ની મદદથી થઈ ગઈ. 

વિરૂષ્કાને અયાન્શના પેરેન્ટ્સ કહ્યું થેન્ક્યૂ

બાળકના માતા-પિતાએ વિરૂષ્કાની તસવીર શેર કરતા લખ્યું કે, ફેન તરીકે હંમેશાં અમે તમને પ્રેમ કર્યો છે, પરંતુ તમે અયાંશ માટે જે કર્યું તે અપેક્ષા કરતાં ઘણું વધારે છે. તમારી ઉદારતા માટે આભાર. આ મેચને જીતવામાં તમે સિક્સ મારી અમારી મદદ કરી છે. તમારી આ મદદ માટે હંમશાં અમે ઋણી રહીશું.

આ સેલેબ્સે પણ કરી મદદ

અયાંશને બચાવવા માટે વિરુષ્કા સિવાય સારા અલી ખાન, કાર્તિક આર્યન, અર્જુન કપૂર, દીયા મિર્ઝા, ઈમરાન હાશમી અને રાજકુમાર રાવ સહિતના સેલેબ્સે દાનમાં પોતાનો ભાગ આપ્યો હતો. જેના કારણે અયાંશના પેરેન્ટ્સે તમામ લોકોનો આભાર માન્યો છે. તમને જણાવી દઈએ કે, જે રીતે અનુષ્કા અને વિરાટ લોકોની મદદ કરી રહ્યાં છે તે અદભૂત છે. આ સિવાય સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, સોનુ સૂદ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અનુપમ ખેર અને પ્રિયંકા ચોપડાનું પણ નામ સામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Medicine Virat help child Help

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ