ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / Anushka Sharma has arrived to ahmedabad with Vamika to cheer Virat Kohli for t20 series

ક્રિકેટ / ...તો વિરુષ્કા સાથે વામીકા પણ અમદાવાદમાં જોવા મળશે

Published By: Mayur

Last Updated: 04:45 PM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપ્તાન વિરાટ કોહલીએ બીજી ટી-20 મેચમાં શાનદાર અર્ધી સદી ફટકારી હતી. વિરાટની પત્ની અનુષ્કા દીકરી વામીકા સાથે અમદાવાદ આવી પહોંચી છે. હવે આગામી મેચોમાં વિરાટની પત્ની અનુષ્કા પણ સ્ટેડિયમમાં જોવા મળે તેવી સંભાવના છે.

ADVERTISEMENT

  • પુત્રી વામિકા સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા 
  • અમદાવાદની હોટલ હયાતમાં કરશે રોકાણ  
  • સોશ્યલ મીડિયા પર તસવીર શેર કરી 

પિતા બન્યા બાદ ઘરઆંગણે પ્રથમ ટી-20 શ્રેણી 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા બાદ ઘરઆંગણે પ્રથમ વખત ટી-20 શ્રેણી રમી રહ્યો છે ત્યારે વિરાટનું સમર્થન કરવા પુત્રી વામીકા સાથે પત્ની અનુષ્કા અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદની હોટલમાં હયાત રેજન્સીમાં બંને ટીમો રોકાઈ રહી છે. તમામ ખેલાડીઓને હોટલમાં બાયોબબલમાં રાખવામાં આવ્યા છે. ખેલાડીઓ કે હોટલના સ્ટાફમાંથી કોઈને 30 દિવસ સુધી હોટલની બહાર જવાની પરવાનગી નથી. વિરાટની પત્ની અનુષ્કા પણ હયાતમાં જ રોકાશે અને વિરાટ સાથે સમય પસાર કરશે. 

અમદાવાદમાં ખેલાડીઓ અને પરિવારનું લાંબુ રોકાણ 

અમદાવાદમાં ટેસ્ટ મેચો બાદ હવે 5 મેચોની ટી-20 શ્રેણી યોજાઇ રહી છે, જેને લઈને હાર્દિક પંડયા, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અજિંક્ય રાણે જેવા અમુક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે હયાતમાં આવી પહોંચ્યા હતા. તો અમુક ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ ઘરે પાછા પણ ફરી ગયા હતા. હાલમાં ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં કોહલીનો જુસ્સો વધારવા માટે પત્ની અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજરી આપે એવી સંભાવના છે. તો બીજી તરફ ઘણા ચાહકોને અપેક્ષા છે કે અનુષ્કાની સાથે વામીકા પણ તેના પિતાને ચીયર કરવા માટે જોવા મળશે 

સોશ્યલ મીડિયા પર ફોટો શેર કર્યો 

અનુષ્કા શર્માએ હોટલ હયાત રેજન્સીમાંથી પોતાનો ફોટો પણ શેર કર્યો હતો. ફોટોમાં તે બ્લૂ ડેનિમ જીન્સ અને જેકેટમાં શોભતી હતી. અમદાવાદમાં રમાનારી આગામી ટી-20 મેચમાં અનુષ્કા પોતાના પતિ વિરાટ કોહલીનું સમર્થન કરવા માટે સ્ટેડિયમમાં જોવા મળે તેવી સંભાવના છે.  

વિરાટે કહ્યું, અનુષ્કા મને માર્ગદર્શન આપે છે

વિરાટે બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કહ્યું હતું કે, 'મારી પત્ની અનુષ્કા મને સાથ આપતી હોય છે અને મારે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન પણ કરતી રહે છે, અમે હંમેશા હકારાત્મક રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Cricket Vamika Virat Kohli virushka Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ