ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Anushka got choked up after seeing Kohli's brilliant performance, shared an emotional post and said it was the best match of my life.

T20 વર્લ્ડ કપ / કોહલીનું શાનદાર પ્રદર્શન જોઈ ગળગળી થઈ અનુષ્કા, ઈમોશનલ પોસ્ટ શેર કરી કહ્યું મારી જિંદગીની બેસ્ટ મેચ

Published By: Dhruv

Last Updated: 08:55 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલી હીરો સાબિત થયો છે. આવી સ્થિતીમાં પત્ની અનુષ્કા શર્માએ તેમના માટે એક ખાસ પોસ્ટ લખી છે. પોતાના પતિના વખાણ કરતા અનુષ્કાએ તેને ઘણો પ્રેમ મોકલ્યો. તેણે કહ્યું કે તેના જીવનની સર્વશ્રેષ્ઠ મેચ હતી.

ADVERTISEMENT

  • ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલી હીરો સાબિત થયો 
  • પત્ની અનુષ્કા શર્માએ તેમના માટે એક ખાસ પોસ્ટ લખી 
  •  પતિના વખાણ કરતા અનુષ્કાએ તેને ઘણો પ્રેમ મોકલ્યો
  • તેણે કહ્યું કે તેના જીવનની સર્વશ્રેષ્ઠ મેચ હતી

T20  વર્લ્ડ કપ 2022 માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલી હીરો સાબિત થયો છે. આવી સ્થિતિમાં પત્ની અનુષ્કા શર્માએ તેમના માટે એક ખાસ પોસ્ટ લખી છે. અનુષ્કાએ પોતાના પતિના વખાણ કરતા તેને ઘણો પ્રેમ મોકલ્યો છે. તેણે એમ પણ કહ્યું કે આ તેના જીવનની સર્વશ્રેષ્ઠ મેચ હતી.
 અનુષ્કા શર્માએ ટીવી પર મેચ જોતી વખતે કેટલીક તસ્વીરો  શેર કરી છે.  આમાં વિરાટ કોહલી શોટ લેતા અને અશ્વિન, રોહિત શર્માને ગળે લગાવતા જોઈ શકાય છે. વિજયની ક્ષણોને કેદ કરતાં અનુષ્કા ભાવુક થઈ ગઈ હતી. તેણે પતિ વિરાટ કોહલીના સંઘર્ષને યાદ કર્યો અને તેની મહેનતની પણ પ્રશંસા કરી.

ફોટો શેર કરતા અનુષ્કાએ શર્માએ લખ્યું કે, 'સુંદર! આજે રાત્રે તમે ઘણા લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે તે પણ દિવાળીની સાંજે. તમે એક અદભુત વ્યક્તિ છો મારા પ્રિય. તમારો નિશ્રિય અને વિશ્વાસ જબરજસ્ત છે. હું કહી શકું છું કે મેં મારા જીવનની શ્રેષ્ઠ મેચ જોઈ છે. જોકે અમારી દીકરી એ સમજી શકતી નથી કે શા માટે તેની માતા રુમમાં ચીસો પાડીને નીચતી હતી.

એક દિવસ તે સમજી જશે કે તેના પિતાએ તેના જીવનની શ્રેષ્ઠ ઈનિગ્સ રમી હતી. તે પણ જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા પછી. આ સમય પીડાદાયક હતો, પરંતું તેમાંથી તે પહેલા કરતાં  વધુ મજબૂત અને સમજદાર બહાવ આવ્યો. મને તારા પર ગર્વ છે.  તારી શક્તિ સર્વત્ર પ્રસરી જવાની છે અને તું અનંત છે  મારા પ્રિય. દરેક મુશ્કેલી અને સુખમાં હું તમને હંમેશા પ્રેમ કરીશ.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma INDvsPAK T20 Worldcup Virat Kohli INDvsPAK

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ