બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Another gold dealer's workman in Ahmedabad ran away with gold worth Rs 11.75 lakh

રફુચક્કર / માણસ સાચું સોનું છે કે નહીં તપાસ જો.! 17 દિવસ પહેલાં નોકરી પર રાખેલો કારીગર 11.75 લાખનાં સોનાની રણી લઈ ગાયબ

Kishor

Last Updated: 10:11 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ એક સોની વેપારીનો કારીગર રૂપિયા ૧૧.૭૫  લાખની સોનાની રણી લઈ ભાગી ગયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

  • અમદાવાદમાં સોની વેપારી સાથે  કારીગરો દ્વારા ઠગાઈ
  • રફુચક્કર થયેલા કારીગરની પોલીસ દ્વારા શોધખોળ
  • ૧૧.૭૫  લાખની સોનાની રણી લઈ ફરાર

અમદાવાદમાં સોની વેપારીઓ સાથે  કારીગરો દ્વારા ઠગાઈના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. વધુ એક સોની વેપારીનો કારીગર રૂપિયા ૧૧.૭૫  લાખની સોનાની રણી લઈ ભાગી ગયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાલડી નેમ ફ્લેટમાં રહેતા નીરવ શાહ માણેકચોક ખાતે સોનાના દાગીના વેચાણનું કામકાજ કરે છે. તેમની દુકાનમાં ૧૬ કારીગર કામ કરે છે. જેમાં સત્તર દિવસ પહેલાં રાજસ્થાનમાં રહેતા રણવીર પુરોહિતને તેમણે કાઉન્ટર પર નોકરીએ રાખ્યો હતો. આ દરમિયાન તેણે સારી રીતે કામ કર્યું હતું. નીરવ રણવીરને સોનાના દાગીના આપી માણેકચોક વિસ્તારમાં ટચ કઢાવવા માટે મોકલતો હતો. તે કહ્યા મુજબ દાગીના ટચ કરાવીને દાગીના દુકાને પરત લાવતો હતો. જેથી નીરવને રણવીર પર વિશ્વાસ આવી ગયો હતો.

નીરવે કારીગરની તપાસ કરી
બે દિવસ પહેલાં નીરવ તેની દુકાન પર આવ્યો હતો. તે વખતે રાજસ્થાનને એક વેપારી એક સોનાની રણી લઈને આવ્યો હતો. તેને સોનાની રણીમાંથી દાગીના બનાવવા હતા. નીરવે સોનાની રણીનું વજન કરતાં ૨૩૨.૬૬૦ ગ્રામ વજન થયું હતું. જેની કિંમત ૧૧.૭૫ લાખ થતી હતી. નીરવે આ રણી કારીગર રણવીરને ટેસ્ટિંગ માટે આપી હતી. રણવીર રણી લઈને નાસી ગયો હતો.નીરવે રણવીરને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ થઈ ગયો હતો. નીરવે કારીગરની તપાસ કરી પરંતુ તે મળી આવ્યો ન હતો.

વેપારી અવારનવાર સોનું ગુમાવે
નીરવે રણવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જેના આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. શહેરમાં સોની બજારમાં વેપારીઓને અને માલિકોનો વિશ્વાસ જીતીને સોનું લઈને ફરાર થઈ જવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે. આમ થવા પાછળનું કારણ આંધળો વિશ્વાસ અને ઓછા ભાવમાં મજૂરી કરાવવાની લાલચ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે લાખોનાં ઘરેણાં લઈને ગાયબ થયેલા કારીગરો સામે આવે તે પછી મહત્વની વિગતો બહાર આવી શકે છે અને અગાઉ બનેલા કિસ્સાઓનો પણ ભાંડો ફૂટી શકે છે. છાશવારે બનતા આ પ્રકારના બનાવો અંગે વેપારીઓ  કારીગરો ઉપર આંધળો વિશ્વાસ મૂકી દે છે, વેપારીઓ ગુજરાતી કારીગરોને કામ આપવાને બદલે અન્ય રાજ્યના કારીગરોને એટલે કામ આપે છે કારણ કે તેમની મજૂરીનો દર ઓછો હોય છે. આ ઉપરાંત ગુજરાતી કારીગરો કરતાં તે સારી કારીગરી કરતા હોવાથી સોની વેપારીઓ તેમને દાગીના ઘડાવવા માટે આપવાનું પસંદ કરે છે, અને અવારનવાર સોનું ગુમાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ