બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:52 PM, 15 January 2024
ADVERTISEMENT
કચ્ચા બદામ... પર ડાન્સ કરીને આખી દુનિયામાં ફેમસ થયેલી સોશિયલ મીડિયા ઈન્ફલ્યેન્સર અંજલિ અરોરા દરરોજ કોઈને કોઈ કારણથી ટ્રોલ થતી રહે છે. જેટલી ઝડપથી તેનું નામ થયું એટલુ જ ઝડપથી તેનું નામ બરબાદ થઈ રહ્યો છે. તેના એક વીડિયો તેની કરિયર અને ઈમેજ સાવ બગાડી નાખી છે. વર્ષ 2022માં તેનો એક એમએમએસ લીક થયો હતો. જેના કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. જો કે બાદમાં અંજલીએ સ્પષ્ટ કર્યુ હતું કે એમએમએસમાં દેખાતી છોકરી તે નહીં પણ બીજી કોઈ છે.
ADVERTISEMENT
અંજલિ અરોરાના ફેક MMSની તપાસ થશે
હવે આ MMS ને લઈને નવુ અપડેટ આવ્યું છે કે અંજલીએ આખરે દોઢ વર્ષ બાદ આ ફેક વીડિયો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને અંજલીએ FRI પણ નોંધાવી છે. જેથી હવે આ કેસની તપાસ કરૂ કરવામાં આવી છે. હવે અંજલીના આ પગલાને લઈને કેટલાક યૂટ્યૂબર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફલ્યુયેન્સર મુશ્કેલીમાં મુકાઈ જશે. કારણ કે આ કેસમાં કેટલાક મોટા નામો સામે આવે તેવી શક્યતા છે..જ્યારે આ MMS વીડિયો લીક થયો ત્યારે ઘણી મોટી હસ્તીઓએ તેના પર વીડિયો બનાવીને અંજલીને જાહેરમાં ટ્રોલ કરી હતી.
ADVERTISEMENT
યુટ્યુબર્સ સામે અંજલીની કાર્યવાહી
આ MMSના કારણે અંજલીને ઘણુ સહન કરવુ પડ્યું હતું. કારણ કે તેની ભુલ ન હોવા છતા તે સોશિયલ મીડિયાનો શિકાર બની હતી. તેને લઈને ઘણા લોકોએ તેના રોસ્ટ વીડિયો પણ બનાવ્યા હતા.. જેની સામે અંજલી કંઈ કરી શકી ન હતી... જેથી હવે અંજલી ટુંક સમયમાં જ આ મોટા મોટા ઈન્ફ્લુયેન્સર સામે માનહાનીનો કેસ કરશે. જેને જેને અંજલીની મજાક ઉડાવી હતી વ્યુઝ મેળવવા માટે અને તેના કેરેક્ટરને લઈને સવાલો કર્યા હતા તે તમામ લોકોએ હવે આની ભરપાઈ કરવી પડશે.
વધુ વાંચો:
ADVERTISEMENT
અંજલીને મળશે ન્યાય
અંજલિ અરોરાને બદનામ કરવાનું કાવતરું કરનાર તમામ ઈન્ફ્લુયેન્સર અને પબ્લિશિંહ હાઉસ હવે આ તપાસનો હિસ્સો બનશે. અંજલીએ કરેલી FIRની કોપી અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.. હવે ચાહકો પણ તેના પગલાને લઈને તેને સપોર્ટ કરી રહ્યાં છે. આશા રાખીએ કે અંજલીને આ કેસમાં ઝડપથી ન્યાય મળે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.