બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Ancient Hanuman Temple: Founded by Pandavas, Defeated Mughal Army, Obama Visited

Hanuman Temple Delhi / પ્રાચીન હનુમાન મંદિર: જેની પાંડવોએ કરી સ્થાપના, મુઘલોની સેના હારી, ઓબામા પણ આવ્યા હતા દર્શન કરવા

Megha

Last Updated: 02:40 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Temple Delhi: મહાભારત કાળ દરમિયાન પાંડવોએ યમુના નદીના કિનારે ઈન્દ્રપ્રસ્થ શહેરની સ્થાપના કરી હતી અને હનુમાનજી પ્રત્યેના લગાવને કારણે એ સમયે આ પ્રાચીન હનુમાન મંદિરની પણ સ્થાપના કરી હતી.

  • દિલ્હીમાં આવેલું છે હનુમાનજીનું વિશ્વ વિખ્યાત ચમત્કારી મંદિર 
  • કહેવાય છે કે પાંડવોએ કરી હતી આ મંદિરની સ્થાપના 
  • 1924માં  મહારાજા જય સિંહે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું 
  • ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે મંદિરનું નામ 

Hanuman Temple Delhi: સમગ્ર ભારતને આસ્થા અને આદરનું કેન્દ્ર માનવામાં આવે છે પરંતુ અહીં કેટલીક એવી જગ્યાઓ છે, જેના પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા છે. આવું જ એક મંદિર દિલ્હીમાં આવેલું છે, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા માટે જાય છે.  અમે વાત કરી રહ્યા છીએ રાજધાનીના પ્રાચીન હનુમાન મંદિરની, જે કનોટ પ્લેસના બાબા ખડગ સિંહ માર્ગ પર સ્થિત છે. માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ દુનિયાભરમાંથી ભક્તો અહીં પૂજા માટે પહોંચે છે.

મંદિરમાં દરરોજ ભક્તોનો ધસારો રહે છે
પ્રાચીન કાળથી માન્યતાને કારણે લોકો અહીં પૂજા માટે આવતા રહે છે પણ આ મંદિર લોકપ્રિય થવાનું એક બીજું કારણ પણ છે, જેના કારણે અહીં લોકોની ભીડ રહે છે. મંદિરમાં દરરોજ ભક્તોનો ધસારો રહે છે, પરંતુ મંગળવાર અને શનિવારે મંદિર પરિસરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી અને  મોટી સંખ્યામાં લોકો હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવના શુભ પ્રસંગે મંદિરમાં ભજન સંધ્યા યોજાય છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો પ્રસાદ પણ લે છે. દિલ્હીનું આ મંદિર આટલું  પ્રસિદ્ધ છે કે અહીં રાજનેતાથી લઈને મોટી હસ્તીઓ દર્શન કરવા માટે આવે છે,  

પાંડવોએ કરી હતી આ મંદિરની સ્થાપના 
વાસ્તવમાં દિલ્હીનું પ્રાચીન નામ ઈન્દ્રપ્રસ્થ છે. મહાભારત કાળ દરમિયાન પાંડવોએ યમુના નદીના કિનારે આ શહેરની સ્થાપના કરી હતી. પાંડવોએ ઈન્દ્રપ્રસ્થ પર અને કૌરવોએ હસ્તિનાપુર પર શાસન કર્યું. બંને કુરુ વંશના હતા. એવું માનવામાં આવે છે કે પાંડવોના બીજા ભાઈ ભીમ અને હનુમાન બંને ભાઈ હતા, તેથી બંનેને વાયુ-પુત્ર કહેવામાં આવે છે. હનુમાન પ્રત્યેના આ લગાવને કારણે પાંડવોએ દિલ્હીમાં પાંચ મંદિરોની સ્થાપના કરી હતી. પાંચેય મંદિરોનું ઘણું મહત્વ છે અને કહેવાય છે કે આ પ્રાચીન હનુમાન મંદિર તે પાંચ મંદિરોમાંથી એક છે.  

1924માં  મહારાજા જય સિંહે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું 
આ હનુમાન મંદિરનું વર્તમાન સ્વરૂપ વર્ષ 1924માં ભક્તોની સામે આવ્યું જ્યારે જયપુર રજવાડાના મહારાજા જય સિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ પછી તેની લોકપ્રિયતા આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને બજરંગ બલી બધા પર પોતાના આશીર્વાદ વરસાવવા લાગ્યા. મંદિરના મહંતે જણાવ્યું કે અહીં હનુમાનજીના બાળ સ્વરૂપના દિવ્ય દર્શન કરી શકાય છે. મહારાજા જય સિંહ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તે પહેલા આ મંદિર પર આતંકવાદીઓ અને વિરોધીઓ દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત પણ પોતાનામાં ખૂબ જ ચમત્કારિક છે કે મુઘલ શાસન દરમિયાન હુમલો થવા છતાં હનુમાનના આ બાળ સ્વરૂપને અને મંદિરને કોઈ નુકસાન પહોંચાડી શક્યું નથી. 

મુઘલ બાદશાહ અકબરે હનુમાન મંદિરમાં ઇસ્લામિક ચંદ્ર અને મુગટ સમર્પિત કર્યો 
એક માન્યતા અનુસાર સંત તુલસીદાસજી તેમની દિલ્હી મુલાકાત દરમિયાન અહીં આવ્યા હતા અને બજરંગ બલીના અદ્ભુત બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા અને ખૂબ જ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે અહીં બેસીને તેમણે હનુમાન ચાલીસાની રચના કરી હતી. એ  દરમિયાન જ્યારે આ સમાચાર મુગલ બાદશાહ અકબર સુધી પહોંચ્યા તો તેમણે તુલસીદાસજીને દરબારમાં આવવાનો આદેશ મોકલ્યો. આદેશ મળતાં તુલસીદાસ ત્યાં પહોંચ્યા એ બાદ મુઘલ બાદશાહે તેને કોઈ ચમત્કાર બતાવવા કહ્યું. મુઘલ શાસકની આ માંગ સામે સંત તુલસી દાસજીએ એમને સંતોષજનક જવાબ આપ્યો હતો. આ પછી જ બાદશાહે કનોટ પ્લેસના હનુમાન મંદિરના શિખર પર ઇસ્લામિક ચંદ્ર અને મુગટ સમર્પિત કર્યો હતો. આ પછી, મુસ્લિમ આક્રમણકારોએ ક્યારેય આ મંદિર પર હુમલો કર્યો નહીં કારણ કે મંદિરની ટોચ પર ઇસ્લામિક ચંદ્રની સ્થાપના કરવામાં આવી હતી. કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબર પણ આ બજરંગ બલીના અનુયાયી બની ગયા હતા. 

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે મંદિરનું નામ 
આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીં લગભગ 90 વર્ષ પછી હનુમાનજી પોતાનું શરીર છોડીને પ્રાચીન સ્વરૂપમાં આવે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ચોવીસ કલાક અખંડ મંત્ર જાપ થાય છે. આ 1 ઓગસ્ટ 1964 થી સતત ચાલુ છે. આ મંત્ર શ્રી રામ જય રામ જય જય રામનો છે. કહેવાય છે કે આ દુનિયાનો સૌથી લાંબો જાપ છે. આ જ કારણ છે કે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

બરાક ઓબામા એ પણ લીધી હતી મંદિરની મુલાકાત 
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આ મંદિરના ભક્ત છે. તેમણે ભારતની મુલાકાત દરમિયાન બજરંગબલીની મુલાકાત લીધી હતી. એકંદરે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ જ કારણ છે કે મંદિરના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહે છે અને ભક્તો આવતા રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ