ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / અંતે અનંત-રાધિકા સાત જન્મના બંધનમાં બંધાયા, પહેરાવી વરમાળા, સામે આવ્યો લગ્નનો Video

Video / અંતે અનંત-રાધિકા સાત જન્મના બંધનમાં બંધાયા, પહેરાવી વરમાળા, સામે આવ્યો લગ્નનો Video

Last Updated: 09:31 AM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના બંધનમાં બંધાઈ ગયા. મુંબઈમાં યોજાયેલા આ લગ્નમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી મહેમાનો પહોંચ્યા હતા.

ADVERTISEMENT

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ધૂમ જામનગરથી શરૂ થઈ હતી અને મહિનાઓ સુધી ચાલુ રહી. ત્યારે હવે આખરે 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અનંત અને રાધિકાની વરમાળા સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે, અનંત-રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. સામે આવેલા વરમાળાના વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં રામ-સિયા રામ ચાલી રહ્યું છે અને અનંત અંબાણી રાધિકાને હાર પહેરાવતા દેખાઈ રહ્યા છે.

અનંત અંબાણીએ રાધિકાને માળા પહેરાવી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વરમાળા સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે. અનંત અંબાણી અને રાધિકા બંનેને ખુરશીની સાથે ઉપર ઉઠાવવામાં આવ્યા છે. આ પછી રાધિકાની ખુરશી નીચી કરી અને અનંતે તેના ગળામાં માળા પહેરાવતો દેખાય છે.

રાધિકા મર્ચન્ટનો ફર્સ્ટ લુક

અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. રાધિકાએ તેના લગ્નમાં લાલ અને સફેદ ચણિયાચોળી પહેરી છે. આ લૂકમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હોલિવૂડ સેલેબ્સે પણ ભાગ લીધો હતો. કિમ કાર્દાશિયન અને તેની ક્લો કાર્દાશિયને પણ લગ્નમાં હાજરી આપી હતી. કિમ અને તેની બહેન દેશી લુકમાં જોવા મળી હતી. કિમ લાલ રંગની સાડીમાં જોવા મળી હતી. જયારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો. શાહરૂખે નીતા અંબાણી સાથે ડાન્સ પણ કર્યો હતો.

PROMOTIONAL 13

આ પણ વાંચો: અનંતની દુલ્હનનો સામે આવ્યો ફર્સ્ટ લુક, પરંપરાગત ગુજરાતી સ્ટાઈલમાં રાધિકા લાગી ખૂબસુરત, જુઓ ફોટો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપવા આવી. આ એપિસોડમાં માધુરી દીક્ષિત તેના પતિ અને પુત્ર સાથે લગ્નમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. નિક જોનાસે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રિયંકા કારમાં બેસીને ઝૂમતી જોવા મળે છે. અનંત અંબાણીના લગ્નમાં લગ્નના મહેમાનો આનંદથી નાચતા જોવા મળ્યા હતા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Radhika Merchant Wedding Live Updates Anant Ambani Radhika Merchant Wedding,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ