ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Anand mahindra ssangyong motor Group rexton sale south korean company

M&M ગ્રુપ / આનંદ મહિન્દ્રાએ મજબૂરીમાં 12 વર્ષમાં જ વેચી દેવી પડી આ કંપની, જાણો શું છે કારણ

Published By: Hiren

Last Updated: 11:22 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની દક્ષિણ કોરિયાઈ કંપની SsangYong Motor અંતે વેચાઇ ગઇ છે. 7 દાયકામાં અનેક વખત આ કંપનીના માલિક બદલ્યા છે.

ADVERTISEMENT

  • આનંદ મહિન્દ્રા થઇ ગયા મજબૂર
  • 12 વર્ષમાં જ વેચવી પડી આ કંપની
  • 7 દાયકામાં અનેક વખત બદલ્યા આ કંપનીના માલિક

આનંદ મહિન્દ્રાના M&M ગ્રુપને કેટલાક મહિનાઓથી રાહ હતી. મહિન્દ્રા ગ્રુપની આ કંપનીને વેચવા માટે ઘણા સમયથી પ્રયાસ કરાઇ રહ્યા હતા, પરંતુ કોઈ ખરીદનાર નહોતું મળી રહ્યું. હવે અંતે દક્ષિણ કોરિયાની કેટલીક કંપનીઓના ગ્રુપ આને ખરીદવા માટે રાજી થયું છે.

આ મામલો કેટલાક મહિનાથી કોર્ટના ચક્કર કાપી રહ્યો હતો. મહિન્દ્રા ગ્રુપ દ્વારા કોઈ ખરીદનાર ન મળતા આ મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. હવે સ્થાનિક કંપનીઓના જોડાણ Ssang Motorને 305 બિલિયન વૉન(Won) એટલે અંદાજિત 254.56 મિલિયન ડોલરમાં ખરીદવા પર સહમતિ દર્શાવી છે. મહિન્દ્રાએ 12 વર્ષ પહેલા 2010માં આ કંપનીને ખરીદી હતી.
મહિન્દ્રા ગ્રુપના Ssang Motorમાં લાંબા સમયથી પૈસા લાગી રહ્યા હતા, પરંતુ કોઈ યોગ્ય રિટર્ન નથી મળી રહ્યું. ત્યારબાદ મહિન્દ્રા ગ્રુપે એપ્રિલ 2020માં નિર્ણય લીધો કે હવે આ કંપનીમાં પૈસા ન લગાવવામાં આવે. ત્યારબાદ મહિન્દ્રાએ ખરીદનાર શોધવાની શરૂઆત કરી હતી. વર્ષ 2020 પૂર્ણ થતા પહેલા જ SsangYang Motorને 100 બિલિયન વૉનના દેવાને લઇને બેન્ક કરન્સી કેસ ફાઇલ કરવાની જરૂર પડી હતી.

બાદમાં કોરોના વાયરસને લઇને ફેલાયેલી મહામારીએ આ કંપની માટે પરિસ્થિતિઓ વધુ બગાડી. કંપનીનું વેચાણ સતત ઓછું થઇ રહ્યું હતું અને 2021માં અંદાજિત 84 હજાર યુનિટ વેચાઇ શક્યા. આ એક વર્ષ પહેલા અંદાજિત 21 ટકા ઓછું હતું. વર્ષ 2021માં જોઇએ તો પહેલા 9 મહિનામાં આને 238 બિલિયન વૉનનું ઓપરેટિંગ લૉસ ઉઠાવવો પડ્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા SsangYang Motorનું અધિગ્રણ કર્યા બાદ એસયૂવી અને ઇલેક્ટ્રીક વ્હીકલ પર ફોકસ કરવાની રણનીતિ અપવાની, જે સફળ ન થઇ શકી. અંદાજિત 70 વર્ષ જૂની આ કંપનીને Dong-A Moterએ SsangYong Business Groupએ 1988માં ખરીદી હતી. બાદમાં આને Daewoo Motors અને SAICએ ખરીદી, જેણે મહિન્દ્રાએ આને ટેકઓવર કરી હતી. હવે આ દાયકા જૂને કંપની ફરીથી નવા માલિક પાસે પહોંચી ગઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra ssangyong motor આનંદ મહિન્દ્રા કંપની anand mahindra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ