ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / An FIR registered at Odhav police station of gangrape in Ahmedabad
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં ફરી એકવાર દુષ્કર્મની ચકચાર મચાવી દેનાર ઘટના સામે આવી છે. અમદાવાદના યુવતી સાથે લૂંટના ઈરાદે ગેંગરેપની ઘટના સામે આવતા શહેર પોલીસ દોડતી થઈ છે. શહેરના ઓઢવ વિસ્તારમાં યુવતીનો મોબાઈલ લૂંટી તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. લૂંટ મચાવવા આવેલા શખ્સો સામે યુવતીએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે આ લૂખ્ખા તત્વો દ્વારા તેને બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. જે બાદ આ શખ્સો દ્વારા ઈજાગ્રસ્ત યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, સમગ્ર મામલે યુવતીએ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે જે મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડ઼વા ચક્રોગતિમાન કર્યા છે.
આરોપીએ શારીરિક,માનસિક ત્રાસ ગુજાર્યો
મહત્વનું છે રાજ્યમાં છાશવાર દુષ્કર્મની ઘટના બનતી હોય છે, ત્યારે અમદાવાદના ઓઢવ બાદ મહેસાણામાં પણ સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ભાલક નવા વાસના સચિન ઠાકોર સામે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. નરાધમે યુવતીના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આરોપીએ યુવતીને તિરુપતિ નેચરલ પાર્કેમાં બોલાને માથાના વાળ પણ કાપી નાખ્યાં હતા અને યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ