બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / amrican government agrees to automatic authorisation of spouses of h1b visa holders

NRI NEWS / અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર! H-1B વિઝા ધરાવતા લોકોને લઈને અમેરિકન સરકારે લીધો મોટો નિર્ણય

Published By: Mayur

Last Updated: 01:56 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા  ઇમિગ્રેશન માટે સાનુકુળ પગલાં લેતા હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થાય એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • અમેરિકન સરકારનો મોટો નિર્ણય 
  • H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને વર્ક પરમિટ

H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને વર્ક પરમિટ

અમેરિકાના જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા  ઇમિગ્રેશન માટે સાનુકુળ પગલાં લેતા,ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા માટે સહમતી દર્શાવવામાં આવી છે. આ પગલાથી હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે. 

આ ઉનાળામાં સ્થળાંતર કરનારાઓની પત્નીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા દાખલ કરાયેલ ક્લાસ એક્શન કેસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું.

AILA વતી, જોન વાસ્ડેને જણાવ્યું હતું કે, “આ H-4 વિઝા ધારકો એવા લોકો છે જેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટસ ના એક્સટેન્શન માટેની  શરતોને પૂર્ણ કરે છે પરંતુ ભૂતકાળમાં એજન્સી દ્વારા તેમને લાભ નકારવામાં આવ્યા છે, તેમને ફરીથી એલિજિબલ થવું પડશે અને રાહ જોવી પડશે. 

કારણ વગર નોકરી ગુમાવી રહ્યા છે લોકો 

મંજૂરી નહીં મળવાને કારણે, તેઓ કોઈપણ માન્ય કારણ વિના તેમની ઊંચા પગારવાળી નોકરી ગુમાવી રહ્યા છે. વાસ્ડને કહ્યું કે અમેરિકન બિઝનેસને પણ આના કારણે નુકસાન થઈ રહ્યું છે.

90 હજારથી વધુ H-4 વિઝા ધારકોને ફાયદો 

AILAના ફેડરલ લિટિગેશનના ડાયરેક્ટર જેસી બ્લેસે કહ્યું હતું કે, 'અમે આ નિર્ણય પર પહોંચીને ખુશ છીએ અને H-4 માટે તે મોટી રાહત સાબિત થશે.' નોંધપાત્ર રીતે, બરાક ઓબામા વહીવટીતંત્રે H-1 વિઝા ધારકોને જીવનસાથીની અમુક શ્રેણીઓમાં કામ કરવાનો અધિકાર આપ્યો હતો. અત્યાર સુધીમાં, 90 હજારથી વધુ H-4 વિઝા ધારકો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને કામ માટે અધિકૃત મંજૂરી મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Gujarati News USA american visa usa visa અમેરિકા nri news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ