બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Amit Shah asked Mamta goverment to submit the report of west bengal riots in 3 days

પ.બંગાળ / 'શું-શું બન્યું 3 દિવસમાં રિપોર્ટ આપો' બંગાળ હિંસા પર અમિત શાહની ઝડપી કાર્યવાહી, મમતા સરકારને કર્યો ઓર્ડર

Vaidehi

Last Updated: 06:30 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ ભાજપનાં અધ્યક્ષ સુકાંત મજૂમદારે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે બંગાળમાં હિન્દુઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

  • પ.બંગાળ ભાજપનાં અધ્યક્ષે ગૃહમંત્રીને લખ્યો પત્ર
  • કહ્યું રાજ્યમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે
  • અમિત શાહે મમતા સરકાર પાસે તાત્કાલિક માંગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાને લઈને કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રામનવમી પર થયેલા હોબાળા અને ખરાબ કાયદા વ્યવસ્થા પર મમતા સરકાર પાસે રિપોર્ટ માંગી છે. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળનાં ચીફ સેક્રેટરીથી 3 દિવસોની અંદર સંપૂર્ણ ઘટના પર રિપોર્ટ મોકલવાનું કહ્યું છે. બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે હિન્દૂઓને સતત બંગાળમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે.

અમિત શાહે માંગ્યો છે રિપોર્ટ
આ ચિઠ્ઠી બાદ ગૃહમંત્રાલયે આ રિપોર્ટ માંગ્યો છે.મમતા સરકાર પાસે ગૃહમંત્રીએ 3 દિવસની અંદર આ રિપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા ગુરુવારે હાવડામાં રામનવમીની રથયાત્રા દરમિયાન 2 સમૂહોની વચ્ચે અથડામણ થઈ હતી જે બાદ ગૃહમંત્રી અમિત શાહે બંગાળનાં રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને રાજ્ય ભાજપ પ્રમુખ સુકાંત મજૂમદારથી વાતચીત કરી અને રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિનું આંકલન કર્યું હતું.

હાવડામાં હિંસાનો માહોલ
પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીથી તણાવ જોવા મળ્યો હતો. રામનવમીના દિવસે આગચંપી થયાના એક દિવસ બાદ શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. જિલ્લાના કાજીપરા વિસ્તારમાં ગુરુવારે થયેલી હિંસાથી રાજકારણ પણ ગરમાયું છે. હાવડામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. હાવડાના શિબપુર વિસ્તારમાં પણ કડક તકેદારી રાખવામાં આવી છે. 

સુકાંત મજૂમદારએ પત્રમાં લખી આ વાત
સુકાંત મજૂમદારે પોતાના પત્રમાં લખ્યું કે હુગલી જિલ્લામાં ભાજપની શોભાયાત્રામાં હોબાળો કરવામાં આવ્યો. પછી રેલ્વે સ્ટેશનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો જેના બાદ ટ્રેન સેવાઓને બંધ કરવામાં આવી હતી. અને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટીઓ એટલે કે TMC અને તેમના સમર્થન વગર આ શક્ય નહોતું. ભાજપ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સુકાંત મજૂમદારનાં નેતૃત્વમાં ભાજપનાં એક પ્રતિનિધિમંડળને મંગળવારે રાજ્યમાં હિંસાની હાલની ઘટનાઓને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે પણ મુલાકાત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ