બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / america shooting at an indiana nightclub gary southeast chicago

ગન કલ્ચર / ફરીવાર હલબલી ઉઠ્યું અમેરિકા: દક્ષિણ પૂર્વ શિકાગો નજીકની નાઇટ ક્લબમાં ફાયરિંગ થતા 2ના મોત, 4 ઘાયલ

Published By: Dhruv

Last Updated: 08:20 AM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ અમેરિકામાં સતત ફાયરિંગની વધી રહેલી ઘટનાઓથી આખોય દેશ ચિંતિત છે ત્યારે આ એક જ સપ્તાહમાં શિકાગોમાં ફાયરિંગથી 5ના મોત અને 16 ઘાયલ થયા છે.

  • દક્ષિણપૂર્વ શિકાગો નજીક 'ઇન્ડિયાના નાઇટ ક્લબ' માં ફાયરિંગ
  • ફાયરિંગની આ ઘટનામાં બે લોકોના મોત અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ
  • શિકાગોમાં એક જ સપ્તાહમાં ફાયરિંગથી 5ના મોત અને 16 લોકો ઘાયલ

રવિવારે દક્ષિણપૂર્વ શિકાગો નજીક ગેરી વિસ્તારમાં સ્થિત 'ઇન્ડિયાના નાઇટ ક્લબ' માં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ફાયરિંગની આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે, ક્લબમાં પ્રવેશતાની સાથે જ તેઓએ 2 લોકોને બેભાન અવસ્થામાં પડેલા જોયા. બંને ફાયરિંગનો ભોગ બન્યા હતા. બંને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતા ન હતા. તેમાં એક 34 વર્ષીય પુરુષ અને 26 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા કે જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે, ફાયરિંગમાં ઘાયલ થયેલા ચાર લોકોમાંથી એકની હાલત નાજુક છે. જો કે તમને જણાવી દઇએ કે, પોલીસે અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ જાહેર કરી નથી.

શિકાગોમાં આ એક જ સપ્તાહમાં 5ના મોત, 16 ઘાયલ

તમને વધુમાં જણાવી દઇએ કે, અમેરિકાના શિકાગોમાં એકવાર ફરી ગોળીબારની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર શિકાગોમાં આ એક જ સપ્તાહમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે.

મેન્યુફેક્ચરિંગ યુનિટ પર થયેલા ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હતા

ત્રણ દિવસ પહેલાં 9 જૂનના રોજ ઉત્તરી મેરીલેન્ડમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વોશિંગ્ટન પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ધરપકડ કરી લેવાઇ હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, પોલીસકર્મી સાથેના ક્રોસ ફાયરિંગમાં આરોપી ઘાયલ થયો હતો, જેને બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

મેરીલેન્ડ ફાયરિંગમાં પોલીસકર્મીનું પણ મોત થયું હતું

મેરીલેન્ડમાં ગોળીબાર દરમિયાન રાજ્યના એક પોલીસકર્મીનું પણ મોત થયું હતું. જે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં શૂટિંગ થયું હતું તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની શૂટિંગની તપાસમાં અધિકારીઓનો સાથ આપી રહી છે. જો કે, ઘટના સમયે સ્થળ પર કેટલાં કર્મચારીઓ હાજર હતા તે તેમણે સ્પષ્ટ ન હતું કર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

america gun culture america gun violence southeast chicago અમેરિકા ફાયરિંગ ગન કલ્ચર america gun violence

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ