ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / america president viral video

VIDEO / લાઈવમાં પત્રકારને કહ્યું Son of a B***h: જૉ બાયડને મર્યાદા ઓળંગી, પછી માંગી માફી

Published By: Pravin

Last Updated: 12:51 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ અને જગતજમાદાર પત્રકારોના સવાલોથી અકળાઈ ઉઠ્યા હતાં. જવાબ આપવાની જગ્યાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા હતાં.

ADVERTISEMENT

  • અમેરિકાના રાષ્ટ્રપતિએ મર્યાદાની હદ પાર કરી
  • પત્રકારોના સવાલો પર ભડક્યા જગત જમાદાર
  • મોંઘવારી પર સવાલ પુછતાં અભદ્ર ભાષા વાપરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં કથિત રીતે પત્રકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યા છે. પત્રકાર Peter Doocyએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને ફુગાવા પર સવાલો કર્યા હતાં. આ સવાલના જવાબ આપ્યા બાદ બાઈડેને પત્રકારોને હળવેકથી બેવકૂફ અને આગળ Son of a B***h કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ દરમિયાન બાઈડેને પોતાના સલાહકારો સાથે અર્થવ્યવસ્થા પર વાત કરી રહ્યા હતાં. રિપોર્ટર Peter Doocyએ બાઈડેનને સવાલ કર્યો કે, શું આપ ફુગાવા સાથે જોડાયેલ સવાલોના જવાબ આપશો ? શું આપને લાગે છે કે, ફુગાવો વચ્ચગાળાની ચૂંટણી (2022) બાદ રાજકીય જવાબદારી હશે ? 

 

જેના પર બાઈડેને કટાક્ષ કરતાં કહ્યં કે, નહીં આતો મોટી સંપત્તિ છે. ત્યાર બાદ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. આપને જણાવી દઈએ કે, અહીં પત્રકારો આ વર્ષે યોજાનારી વચ્ચગાળાની ચૂંટણી પર ફુગાવાથી પડતી અસર પર સવાલો કરી રહ્યા હતાં. જેના પર બાઈડેન ભડકી ગયા હતા. આપને જણાવી દઈએ કે, અમેરિકામાં ડિસેમ્બરમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ચાર દાયકામાં વાર્ષિક ધોરણે આટલી મોંઘવારી નથી આવી.

આ વીડિયો વાયરલ થયાં બાદ Peter Doocyનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાના થોડા કલાકો બાદ બાઈડેનનો તેમના પર કૉલ આવ્યો હતો, તેમણે કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે ખોટુ લગાવાની જરૂર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

America Journalist america president joe biden viral video america president viral video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ