ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC new rules for amdavadis for that coronavirus

CoronaVirus / કોરોના એ તો ભારે કરી: જાહેરમાં થૂંકતા અમદાવાદીઓએ 2 કલાકમાં 200000નો દંડ ભર્યો

Published By: Intern

Last Updated: 04:08 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસને લઈને સરકાર સાવધાન થઈ ગઈ છે. અને દરેક વાત પર સાવચેતી રાખી રહ્યું છે ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને રૂ.પ૦૦નો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઇ છે. થૂંકવાથી કોરોના વાઇરસ ફેલાતો હોઇ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યકિતને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે.

ADVERTISEMENT

  • કોરોનાને લઈને સાવધાની
  • જાહેરમાં થુંકનારને 500 રૂપિયા દંડ
  • શહેરમાં સવારે 2 કલાકમાં 2લાખનો દંડ વસુલાયો

 

રાજ્ય સરકારે ઇન્ડિયન એકેડેમિક એકટ અમલમાં મૂકતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને રૂ.પ૦૦નો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઇ છે. થૂંકવા કે છીંક ખાવાથી ઊડતા છાંટાથી કોરોના વાઇરસ ફેલાતો હોઇ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યકિતને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે અને સવારના બે કલાકમાં જ રૂ.બે લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારને રૂ.૧૦,૦૦૦ની પેનલ્ટી કરવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતની અમલવારી થઇ શકી નથી, પરંતુ રાજ્ય સરકારે રૂ.પ૦૦ વસૂલવાની તાકીદ કરતાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા રસ્તા પર થૂંકનારા લોકોને પકડીને તેમની સામે દંડની કાર્યવાહી કરવા આજે સવારથી જ ૩૦૦ ટીમ તહેનાત કરાઇ છે. પ્રત્યેક ટીમમાં એક સેનેટરી ઇન્સ્પેકટર અને ચાર સફાઇ કર્મચારી મળીને કુલ પાંચ સભ્ય છે.

શહેરના બાગ-બગીચા, ચાર રસ્તા સહિતના તમામ સ્થળોએ આ ૩૦૦ ટીમ  આજે સવારના ૯-૩૦ વાગ્યાથી ગોઠવાઇ ગઇ છે અને જાહેરમાં થૂંકનાર પ્રત્યેક ના‌ગરિકને પકડીને તેમની પાસેથી રૂ.પ૦૦નો દંડ વસૂલાઇ રહ્યો છે. આ દંડનીય કાર્યવાહી નવો આદેશ ન મળે ત્યાં સુધી ચાલશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus ahmedabad gujarat અમદાવાદ કોરોના વાયરસ ગુજરાત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ