બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Amazon writes 8th letter to SEBI to cancel reliance future deal

બિઝનેસ / એમેઝોને સતત આઠમી વખત પત્ર લખીને સેબીને રિલાયન્સ ફ્યુચર ડીલ રદ કરાવવા વિનંતી કરી; જાણો શું છે મામલો?

Published By: Shalin

Last Updated: 12:55 PM, 16 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા સ્થિત ઇ-કોમર્સ કંપની એમેઝોને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ને 24,713 કરોડ રૂપિયાના ફ્યુચર-રિલાયન્સ ગ્રુપના સોદાની તેની સમીક્ષા સ્થગિત કરવા વિનંતી કરી છે.

કંપનીએ સેબીને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાની અપીલને આધારે એનઓસી ન આપવા વિનંતી પણ કરી હતી. એમેઝોન આ પહેલા પણ સેબીને આવી વિનંતી લખી ચૂક્યું છે.

ઓક્ટોબરથી અત્યાર સુધી સેબીને લખ્યા 8 પત્રો 

ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી સેબીના અધ્યક્ષ અજય ત્યાગીને એમેઝોન દ્વારા મોકલવામાં આવતો આ આઠમો પત્ર છે. આ વખતે, 14 જાન્યુઆરીએ લખેલા પત્રમાં, કંપનીએ ટાંક્યું છે કે ફ્યુચર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના સોદાને પડકારતી તેમની અરજીને દિલ્હી હાઈકોર્ટે સ્વીકારી છે. આ આધારે, એમેઝોને સેબીને ડીલની સમીક્ષા મોકૂફ રાખવા વિનંતી કરી છે. 

ઓગસ્ટમાં થઇ હતી રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ડીલ

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગત વર્ષે ઓગસ્ટમાં રિટેલ બિઝનેસ યુનિટ ખરીદવા માટે ફ્યુચર ગ્રુપ સાથે કરાર કર્યો હતો. એમેઝોન શરૂઆતથી ડીલની વિરુદ્ધમાં રહ્યું છે. પત્રમાં એમેઝોને સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (એસઆઈએસી) ના વચગાળાના નિર્ણયને પણ ટાંક્યો છે. આ નિર્ણયમાં એસઆઈએસીએ ફ્યુચર ગ્રુપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના સોદાની કાર્યવાહી આગળ વધવા ઉપર રોક લગાવવા જણાવ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે ફ્યુચર ગ્રુપની પ્રતિક્રિયા માંગી 

તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા કરાયેલી અરજી પર કિશોર બિયાનીની આગેવાનીવાળી ફ્યુચર રિટેલ લિમિટેડ (એફઆરએલ) પાસે જવાબ માંગ્યો છે. અરજીમાં એમેઝોને સિંગલ જજ બેંચના વચગાળાના આદેશમાં તેમની વિરુદ્ધ થયેલા હુકમોને રદ કરવા અપીલ કરી છે. 

સિંગલ જજ બેંચે કહ્યું હતું કે ફ્યુચર રિટેલ પર અંકુશ મેળવવાનો એમેઝોનનો પ્રયાસ ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ના નિયમોનું ઉલ્લંઘન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Future Group Mukesh Ambani Reliance Group amazon business એમેઝોન બિઝનેસ મુકેશ અંબાણી રિલાયન્સ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ