ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:09 PM, 26 January 2025
ADVERTISEMENT
કહેવાય છે કે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાનની પેટર્નને બદલશે. 29મીથી 1લી ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા બની શકે છે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા વગેરેમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT

છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં શીત લહેર જોવા મળી હતી. તે જ સમયે, પૂર્વીય યુપી, ઓડિશા, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ત્રિપુરામાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: આ છે હિંદુસ્તાનનો દમખમ! અટારી વાઘા બોર્ડર પર બીટીંગ રીટ્રીટ શરૂ, જવાનાનો જોશ હાઈ
હવામાન વિભાગે કહ્યું કે, બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી રાજ્યોમાં 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડશે. તે જ સમયે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન 5-10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. મેદાની વિસ્તારોમાં આજે સૌથી નીચું તાપમાન રાજસ્થાનના ચુરુમાં 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ સિવાય ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને મહારાષ્ટ્રના લઘુત્તમ તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થશે નહીં, જો કે, ત્યારબાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે.
ADVERTISEMENT

આગામી ત્રણ દિવસ પછી પૂર્વ ભારતમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબમાં 26 અને 27 જાન્યુઆરીએ શીત લહેર આવવાની સંભાવના છે. તેમજ ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 28 જાન્યુઆરી સુધી ધુમ્મસ જોવા મળશે. બીજું કે, બિહારમાં 29 જાન્યુઆરી સુધી ધુમ્મસ રહેશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો