ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત છે. યુક્રેનના ઉપ વડાપ્રધાન અને ડિજિટલ ટ્રાંસફોર્મેશન મંત્રી મિખાઈલો ફેડેરોવે આ યુદ્ધ માટે ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મસ્ક પાસે મદદ માંગી છે. એલન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટથી ચાલતી ઈન્ટરનેટ સર્વિસ છે. અને હવે આ ઈન્ટરનેટ સર્વિસ યુક્રેનને આપવામાં આવી છે.
યુક્રેનમાં ઈન્ટરનેટ સેવાઓ ખરાબ
ADVERTISEMENT
યુદ્ધમાં યુક્રેનની ઈન્ટરનેટ સેવાઓ પૂરી રીતે ખરાબ થઈ ગઈ છે. જેથી એલન મસ્કે સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સુવિધા જરૂરિયાતમંદો સુધી પહોચાડવાનો નિર્ણય લીધો છે. ટ્વીટ કરીને મિખાઈલો ફેડેરોવ દ્વારા એલન મસ્કનું સંપર્ક કરવામાં આવ્યો. જેમા તેમણે કહ્યું કે તમે અંતરિક્ષને વ્યવસ્થિત કરી રહ્યા છો. ત્યા રશિયા યુક્રેન પર કબ્જો મેળવાવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુક્રેનમાં સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા શરૂ
ADVERTISEMENT
વધુમાં મિખાઈલો ફેડેરોવે એવું પુણ કહ્યું કે તમારા રોકેટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લેંડ થાય છે. પરંતુ રશિયાના રોકેટ યુક્રેનની સામાન્ય પર હુમલો કરે છે. જેથી અમે ઈચ્છીએ છે કે યુક્રેનને સ્ટારલિંક સ્ટેશન આપવામાં આવે અને રશિયાના ગુનેગારોને રોકવા માટે મદદ મળે. જેના જવાબમાં એલન મસ્કે કહ્યું કે યુક્રેનમાં સ્ટારલિંક સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. સાથેજ ત્યા અન્ય ટર્મિનલ પણ ઝડપથી પહોચાડવામાં આવશે.
એલન મસ્કે ટ્વીટ કરીને એલાન કર્યું
ADVERTISEMENT
રશિયાના હુમલાઓ વચ્ચે SpaceX દ્વારા સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. એલન મસ્કે ટ્વીટ કરીને એલાન કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ઝડપથી તેઓ અન્ય સેવાઓ પણ યુક્રેનમાં શરૂ કરશે. તેઓ યુક્રેનની મદદ માટે સ્ટાર લિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરી રહ્યા છે.
યુદ્ધની સ્થિતીમાં પણ હવે નેટ બંધ નહી થાય
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એલન મસ્કની સ્ટારલીંક ઈન્ટરનેટ સેવા યુદ્ધ જેવી સ્થિતીમાં પણ બંધ નહી થાય. રશિયાએ યુક્રેન પર જે હુમલાઓ કર્યા છે તેના કારણે ત્યા ઈન્ટરનેટ સેવાઓ બંઘ થઈ ગઈ છે. જેથી ત્યાના ઉપ વડાપ્રધાને એલન મસ્ક પાસેથી સ્ટારલીંક ઈન્ટરનેટ સેવાની માગ કરી હતી. જેથી એલન મસ્કે પણ યુક્રેનમાં સ્ટારલીંક ઈન્ટરનેટ સેવા એક્ટિવ કરવાની જાહેરાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો