બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Akshar Patel has said in this video that when he got the news of Pants accident he was shocked
Last Updated: 08:25 AM, 31 December 2023
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેનનો ગત વર્ષે કાર અકસ્માત થયો હતો. જેને લગભગ એક વર્ષ થવા જઈ રહ્યું છે. 30 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી કરવા માટે દિલ્હીથી રુરકી જતી વેળાએ દિલ્હી દેહરાદુન હાઇવે પર બેસ્ટમેન ઋષભ પંથની કાર પલટી ગઈ હતી અને અકસ્માતમાં પંતને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ કારમાં આગ પણ લાગી હતી જોકે મહામહેનતે પંતને આજુબાજુના લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો જેને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. અ અકસ્માતને એક વર્ષ પૂર્ણ થતાં એક વર્ષમાં પંતનું શું થયું અને તે કેવી રીતે પુનરાગમન કરી રહ્યો છે તેનો એક વીડિયો તેની IPL ટીમ દિલ્હી કેપિટલ્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ત્યારે એવું થયુ પંત હવે આ દુનિયામાં નથી રહ્યો!
અક્ષર પટેલે વીડિયોમાં ખુલાસો કરતા કહ્યું હતું કે જ્યારે તેને પંતના અકસ્માત મામલે જાણ થઈ ત્યારે તે હચમચી ગયો હતો અને મનમાં ડર લાગવા માંડ્યો હતો. અક્ષરે જણાવ્યું કે સવારે લગભગ સાત વાગ્યે ઇશાંત શર્માની પત્ની પ્રતિમા દીદીનો ફોન આવ્યો અને તેણે અક્ષરને પૂછ્યું કે શું પંત સાથે વાત થઈ છે? ત્યારે અક્ષરે કહ્યું કે તે પંતને ફોન કરવા નો જ હતો પણ વાત થઈ નથી. બાદમાં અક્ષરે કહ્યું કે પ્રતિમાએ તેની પાસે પંતની માતાનો નંબર માંગ્યો અને અક્ષરને જણાવ્યું હતું કે પંત મોટા અકસ્માતનો ભોગ બન્યો છે. અક્ષર આ સાંભળતા ધ્રુજી ગયો હતો અને પહેલા તેને એમ થયું કે પંત હવે આ દુનિયામાં નથી રહ્યો!
ADVERTISEMENT
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
અક્ષરે જણાવ્યુ હતુ કે બધાને લાગ્યું કે પંતે અક્ષર સાથે છેલ્લી વખત વાત કરી હશે. આથી બધા તેને ફોન કરીને પંત વિશે પૂછી રહ્યા હતા.બાદમાં અક્ષરે પંતના મેનેજરને ફોન કરીને પરિસ્થિતિ જાણી હતી. જેમાં સારવાર મામલે જાણ થતા અક્ષરે રાહતનો શ્વાસ લીધો હતો. પંતના મેનેજરે તેને કહ્યું કે ઈજા કેટલી છે તે ખબર નથી પણ પંત સુરક્ષિત છે ત્યારે અક્ષરને શાંતિ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે આ સમગ્ર વીડિયોમાં પંતની એક વર્ષની સફરનું વર્ણન કર્યું છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.