બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Ajay Devgan lives in a 60-crore sea-face bungalow, with facilities including a garden, library, gym
Last Updated: 07:40 PM, 1 April 2024
બોલિવૂડના સિંઘમ એટલે કે અજય દેવગને લગભગ 30 વર્ષથી પોતાની એક્ટિંગ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દબદબો જમાવી રાખ્યો છે. અભિનેતા માત્ર તેના એક્શન અવતાર માટે જ ચર્ચામાં નથી પરંતુ તેની કોમેડી પણ દર્શકોને ખૂબ આકર્ષે છે. અજય 2 એપ્રિલે 55 વર્ષનો થવા જઈ રહ્યો છે. આ અવસરે અમે તમને અભિનેતાના આલીશાન ઘરની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
અજય દેવગનની પત્ની બોલીવુડ એકટ્રેસ કાજોલ છે તે વાત તો સૌ કોઇ જાણે છે. .. . આજે બંને બે બાળકોના માતા-પિતા છે. હવે અભિનેતા તેના આખા પરિવાર સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં એક આલીશાન બંગલામાં રહે છે. અજય દેવગનનો આ બંગલો 590 સ્ક્વેર યાર્ડમાં બનેલો છે. જેને અભિનેતાએ 'શિવ શક્તિ' નામ આપ્યું છે. આ અભિનેતાના ઘરમાં તમને લક્ઝરી ઈન્ટીરીયરની સાથે તમામ કમ્ફર્ટ પણ જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અજય અને કાજોલે તેમના ઘરનું ઇન્ટિરિયર પ્રોફેશનલ ડિઝાઇનર્સ દ્વારા તૈયાર કરાવ્યું છે. જેની સુંદરતા જોવા જેવી છે. કાજોલ અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘરની તસવીરો શેર કરતી રહે છે. કાજોલ અને અજયના ઘરમાં તમને માર્બલ ફ્લોરિંગની સાથે લાકડાનું અદ્ભુત કામ જોવા મળશે. જે ઘરને ભવ્ય લુક આપે છે. કાજોલ અને અજય બંને પુસ્તકોના ખૂબ જ શોખીન છે. તેથી, તમને ઘરની એક જગ્યામાં એક નાનું પુસ્તકાલય પણ મળશે. આ રૂમમાં ફ્લોર પર ડિઝાઇન ટાઇલ્સ પણ લગાવવામાં આવી છે. અજયનું ઘર અંદરથી જ નહીં બહારથી પણ ખૂબ જ સુંદર છે. ઘરમાં એક મોટો બગીચો પણ છે. જેયાં અજય દેવગન ઘણીવાર બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.
ADVERTISEMENT
કાજોલે તેના ઘરને આકર્ષક રંગોને બદલે સિમ્પલ અને સોબર રંગોથી સજાવ્યું છે. ઘરના લિવિંગ એરિયામાં ઓફ-વ્હાઈટ રંગના સોફા છે. જેની સાથે બારી પર મેચિંગ કર્ટેન્સ લગાવવામાં આવ્યા છે. અજય-કાજોલના આ સુંદર ઘરની કિંમત અંદાજે 60 કરોડ રૂપિયા છે. જેમાં જીમની સુવિધા પણ છે.
ADVERTISEMENT
કપલના ઘરમાં ઘણી મોટી બાલ્કનીઓ છે. જેમાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. કાજોલે અહીંથી ઘણી વખત પોતાની તસવીરો શેર કરી છે. કપલના ઘરનો ડાઇનિંગ એરિયા પણ ઘણો મોટો અને લક્ઝુરિયસ છે.
તમને જણાવી દઈએ કે અજય દેવગન અને કાજોલે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. આ બંનેના પ્રેમ લગ્ન હતા. બ્લોકબસ્ટર ફિલ્મ 'ઈશ્ક'ના શૂટિંગ દરમિયાન આ કપલનો પ્રેમ ખીલ્યો હતો. આ પછી બંનેએ થોડો સમય ડેટિંગ કર્યું અને પછી લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે કાજોલ અને અજય હજુ પણ બોલિવૂડમાં એક્ટિવ છે. કાજોલે હવે વેબ સિરીઝ દ્વારા OTTમાં પણ પ્રવેશ કર્યો છે.
અજય દેવગન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'સિંઘમ 3'ને લઈને ચર્ચામાં છે. જેના ઘણા પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. કાજોલ અને અજય દેવગન બે બાળકોના માતા-પિતા છે. તેની પુત્રી ન્યાસા દેવગન તેના લુકને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે.
તેની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે. એક્ટિંગ કરિયરની વાત કરીએ તો અજય દેવગણે ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પણ ઘણી હિટ રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.