બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Airforce rebukes Anil Kapoor for wearing false uniform demands to removing the scenes that malign the image of force
બુધવારે એરફોર્સ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે ફિલ્મના આવા સીનને તાત્કાલિક હટાવી દેવા જોઈએ. નોંધનીય છે કે ઓનલાઇન પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ 'AK vs AK' છે. તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં અનિલ કપૂર હવાઈ દળના અધિકારીનો ગણવેશ પહેરેલો જોવા મળે છે.
ADVERTISEMENT
The IAF uniform in this video is inaccurately donned & the language used is inappropriate. This does not conform to the behavioural norms of those in the Armed Forces of India. The related scenes need to be withdrawn.@NetflixIndia @anuragkashyap72#AkvsAk https://t.co/F6PoyFtbuB
— Indian Air Force (@IAF_MCC) December 9, 2020
ADVERTISEMENT
સીનમાં અનિલ કપૂર બોલીવુડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે છે અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે.
એરફોર્સના ગણવેશનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે
ADVERTISEMENT
હવે વાયુસેનાએ આ વીડિયોને રિટ્વીટ કરતાં કહ્યું છે કે આ વીડિયોમાં એરફોર્સના ગણવેશનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. આ યુનિફોર્મ ખોટો છે અને ભાષા પણ યોગ્ય નથી. દેશ માટે યુનિફોર્મ પહેરતા સૈનિકો માટે આ યોગ્ય દૃશ્ય નથી, આ કિસ્સામાં આ દ્રશ્યને દૂર કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વાર બન્યું છે કે બોલીવુડની ફિલ્મ અથવા વેબ શોમાં સેનાના અધિકારીને ગણવેશ પહેરીને કંઇક ખોટું કરતો બતાવવામાં આવ્યો હોય. તેને લઈને વિવાદ પણ સર્જાયો છે. ભૂતકાળમાં એકતા કપૂરે નિર્માણ કરેલા વેબ શોમાં આર્મી યુનિફોર્મ પહેરેલા પાત્રમાં ખામીઓ બતાવાઈ હતી, જેમાં ઘણો વિવાદ થયો હતો.
ADVERTISEMENT
ફિલ્મના પ્રમોશન માટે અનિલ કપૂર અને અનુરાગ કશ્યપે કર્યું હતું ટ્વીટર વોર
તમને જણાવી દઈએ કે આ ફિલ્મના પ્રમોશનને કારણે સોશ્યલ મીડિયા પર થોડા દિવસથી અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. બંને જાણે ખરેખર ઝઘડતા હોય તેમ એકબીજાની વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.