બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad un mehta hospital RMO arrested latest gujarati news
ADVERTISEMENT
અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલના RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે કૌશિક બારોટ સામે એવો આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ તેમજ અન્ય લોકોની બદનામી કરતા હતા. હોસ્પિટલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરતા RMO વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, આ મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે પટેલે સાઇબર ક્રાઇમને જાણ કરી હતી
વધુમાં જણાવી દઇએ કે, ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાની જાણ હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે પટેલે અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાંચે ડોકટર કૌશિક બારોટની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હોવાનું ધ્યાને આવ્યું
ADVERTISEMENT
આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાનું કહેવું છે કે, 'તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને તેઓ ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય પરંતુ પોતાની જગ્યાએ કોઇ યુવતીનો અવાજ જાય, જેનાથી કોઈ બીજાની બદનામી થઈ શકે. આ બાબત અમારા ધ્યાને આવી છે અને હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓની ધરપકડ બાદ માલૂમ પડ્યું કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.