બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad is the country's most affordable city Mumbai Becomes Unaffordable In Top 8 Cities: Report

અમદાવાદ અવ્વલ / ભારતના તમામ શહેરો કરતાં અમદાવાદમાં રહેવાનું પોસાય: પૂણે-કોલકાતા પછડાયા, દિલ્હી-મુંબઈ તો ક્યાંય પાછળ

Megha

Last Updated: 12:33 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Affordability Index Report: અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતના આઠ શહેરોની યાદીમાં અમદાવાદ સૌથી વધુ અફોર્ડેબલ શહેર બન્યું તો મુંબઈ આ યાદીમાં સૌથી ઓછું અફોર્ડેબલ શહેર બન્યું છે.

  • ગુજરાતનું અમદાવાદ સૌથી વધુ અફોર્ડેબલ શહેર છે
  • અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર મુંબઈ સૌથી મોંઘું શહેર 
  • ક્યા શહેરની છે કેટલી રેન્કિંગ?

Ahmedabad is the country's most affordable city: દેશમાં ભલે સામાન્ય માણસનો પગાર વધી રહ્યો છે પરંતુ મોંઘવારી પણ એટલી જ વધી રહી છે. તેના કારણે જ આજે સામાન્ય માણસ કોઈ સેવિંગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એવા શહેરમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેની આવક ખર્ચા કરતાં વધુ દેખાઈ. એવામાં દેશના ટોચના આઠ શહેરોમાં ગુજરાતનું અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું એટલે કે અફોર્ડેબલ શહેર છે. 

Ahmedabad

અમદાવાદ ભારતના અન્ય મોટા શેહરો કરતાં સસ્તું છે 
વાત એમ છે કે બુધવારે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઈટ ફ્રેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર અમદાવાદ ભારતમાં સૌથી વધુ અફોર્ડેબલ શહેર બન્યું છે. આ ઇન્ડેક્સ લોકોની ઘરો અથવા અન્ય સામાન ખરીદવાની ક્ષમતા અને તેની સાથે જ માસિક હપ્તાના ગુણોત્તર અને કુટુંબની સરેરાશ આવક પર આધારિત છે.  આ વર્ષના પ્રથમ 6 મહિનામાં અમદાવાદનો રેશિયો દેશના બાકીના 8 શહેરોની સરખામણીમાં સૌથી ઓછો રહ્યો છે. 

ક્યા શહેરની છે કેટલી રેન્કિંગ?
ઇન્ડેક્સમાં અમદાવાદ 23 ટકાના રેશિયો સાથે સૌથી અફોર્ડેબલ એટલે કે પોસાય તેવું શહેર છે અને આ પછી યાદીમાં કોલકાતા અને પૂણે આવે છે જએનો રેશિયો 26 ટકા છે. આ સાથે જ સૌથી 55 ટકાના વધુ રેશિયો સાથે મુંબઈ આ યાદીમાં સૌથી ઓછું અફોર્ડેબલ શહેર છે. આ યાદીમાં દેશની રાજધાની દિલ્હી 30 અને હૈદરાબાદ 31 ટકા રેશિયો છે.  બેંગલુરુ અને ચેન્નાઈ બંનેએ ઇન્ડેક્સમાં 28 ટકાનો રેશિયો હતો. 

Ahmedabad

એટલે કે આઠ શહેરોની યાદીમાં મુંબઈ આઠમા ક્રમે છે, ત્યારબાદ હૈદરાબાદ સાતમા, દિલ્હી છઠ્ઠા, બેંગલુરુ પાંચમા, ચેન્નાઈ ચોથા, પૂણે ત્રીજા અને કોલકાતા બીજા ક્રમે અને અમદાવાદ પહેલા ક્રમે છે. 

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, અમદાવાદ દેશનું સૌથી વધુ પોસાય તેવું શહેર છે. આ રિપોર્ટ માસિક EMI (સમાન માસિક હપ્તા)ના ગુણોત્તર અને આ શહેરોમાં રહેતા લોકોની માસિક આવકના આધારે મેળવવામાં આવ્યો છે. આ યાદી અનુસાર દેશના મોંઘા શહેરોમાં મુંબઈનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ