બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / agriculture dep raids at 818 firms in north gujarat news

કાર્યવાહી / ઉત્તર ગુજરાતની 818 પેઢીઓ પર કૃષિ વિભાગનો સપાટો, રૂ. 80 લાખથી વધુનું ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો જથ્થો સીઝ

Dhruv

Last Updated: 03:22 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતની 818 પેઢીઓ પર કૃષિ વિભાગે કાર્યવાહી કરતા રૂ. 82.60 લાખના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો.

  • ઉત્તર ગુજરાતની 818 પેઢીઓ પર કૃષિ વિભાગની કાર્યવાહી
  • રૂ. 82.60 લાખના ખાતર, બિયારણ, જંતુનાશક દવાનો જથ્થો સીઝ
  • મહેસાણા જિલ્લામાં રૂ. 26.84 લાખની સામગ્રી સીઝ કરવામાં આવી

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતની 818 પેઢીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કૃષિ વિભાગ દ્વારા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના જથ્થા મામલે તપાસ હાથ ધરવામાં આવી. જેમાં રૂ. 82.60 લાખના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો.

મહેસાણા જિલ્લામાં રૂ. 26.84 લાખની સામગ્રી સીઝ કરાઇ

મહેસાણા જિલ્લામાં 152 પેઢીમાંથી 47 નમૂના લઇને 80 પેઢીને નોટિસ ફટકારાઇ છે તો પાટણ જિલ્લામાં 170 પેઢીમાંથી 21 નમૂના લઇને 57ને નોટિસ ફટકારાઇ. જ્યારે બનાસકાંઠામાં 229 પેઢીમાંથી 37 નમૂના લઇને 41, સાબરકાંઠામાં 145 પેઢીમાંથી 42 નમૂના લઇને 51 અને અરવલ્લીમાં 120 પેઢીમાંથી 28 નમૂના લઇને 47ને નોટિસ ફટકારવામાં આવી.

મહેસાણા જિલ્લામાં રૂ. 26.84 લાખની સામગ્રી કૃષિ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવી. સ્ટોક પત્રકમાં ખામી અને લાયસન્સમાં ઉમેરો ન કરવા સહિતના મામલે કૃષિ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. શંકાસ્પદ બિયારણ અને જંતુનાશક દવાઓનો જથ્થો પણ સીઝ કરાયો છે.

સળગતા સવાલ

ખેડૂતોને કોણ પધરાવે છે આ નકલી બિયારણ?
ખાતર, જંતુનાશક દવા અને બિયારણ નકલી વેચાય છે?
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાને સજા ક્યારે?
પેઢીઓ ક્યાંથી લાવે છે ડુપ્લીકેટ સામાન?
શું ખેડૂતોને ન્યાય મળશે?
નકલી સામાનથી થતાં નુકસાન માટે જવાબદાર કોણ?

કૃષિ વિભાગની છેલ્લાં 3 દિવસમાં 150થી વધુ પેઢીમાં રેડ

બીજી બાજુ સાબરકાંઠામાં પણ નકલી અને શંકાસ્પદ બિયારણ મામલે રેડ પાડવામાં આવી છે. જણાવી દઇએ કે, કૃષિ વિભાગની છેલ્લાં 3 દિવસમાં 150થી વધુ પેઢીમાં રેડ પાડવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 47થી વધુ નમૂના લેવાયા. સાબરકાંઠામાં 55થી વધુ પેઢીઓને નોટિસ ફટકારાઈ છે. સ્ટોક પત્રકમાં ખામી અને લાયસન્સમાં ઉમેરો ન કરવો સહિતની ખામીઓ જાણવા મળી. શંકાસ્પદ બિયારણ અને જંતુનાશક દવાઓ ખાતરના નમૂના લઇને સીઝ કરાયા. તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા જિલ્લો બિયારણ મામલે રાજ્યભરનું હબ છે. ત્યારે નકલી અને શંકાસ્પદ બિયારણથી જગતનો તાત ચિંતિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ