બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / After Varun Dhawan Neetu Kapoor confirms she has tested positive for COVID 19 and is in self-quarantine

બોલીવુડ / વરુણ ધવન બાદ આ દિગ્ગ્જ અભિનેત્રી પણ કોરોના પોઝિટિવ આવ્યા; ચાહકોને આપ્યો આ સંદેશ

Published By: Shalin

Last Updated: 04:04 PM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરની માતા અને સ્વ. રિશી કપૂરના પત્ની અને દિગ્ગ્જ અભિનેત્રી નીતુ કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશ્યલ મીડિયા ઉપર ફેન્સને આ જાણ કરી હતી.

અભિનેતા વરુણ ધવન હાલ ચંદીગઢમાં જુગ જુગ જિયો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે હાલ કોરોના પોઝિટિવ આવતા તે મુંબઈ પાછો ફર્યો છે અને તે સેલ્ફ ક્વોરનટાઈન થઇ ગયો છે. નોંધનીય છે કે હવે રાજ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મમાં અભિનેતા વરુણ ધવન,  મનિષ પોલ, અભિનેત્રી નીતુ કપૂર અને દિગ્દર્શક રાજ મહેતા પોતે કોરોના પોઝિટિવ આવી ગયા છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ અટકી પડ્યું છે. 

અભિનેત્રી નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના નિદાન વિષે ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેઓ ઘરમાં સારવારના પગલાં લઇ રહી છે. તેમણે લખ્યું હતું કે  આ અઠવાડિયાની શરૂઆતમાં તેઓ કોરોના પોઝિટિવ ડિટેકટ થયા છે. તેમણે બધી ઓથોરિટીનો આભાર માનીને કહ્યું કે તેમણે તેમને સારી અને ઝડપી મદદ કરી. તેમણે કહ્યું કે તેઓ અત્યારે સેલ્ફ ક્વોરનટાઈન છે અને ડોક્ટરોની સલાહ પ્રમાણે દવા લઇ રહ્યા છે અને અત્યારે તેમની તબિયત સ્થિર છે. 

તેમણે ચાહકો દર્શાવેલા પ્રેમ અને સપોર્ટ માટે આભાર માન્યો હતો. તેમણે લોકોને સુરક્ષિત રહેવા, માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Neetu Kapoor Varun Dhawan corona positive કોરોના પોઝિટિવ નીતુ કપૂર બોલીવુડ વરુણ ધવન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ