બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / After the defeat, the Pakistanis broke the TV of the house, Virender Sehwag shared the video and made fun of it.

IND vs PAK / હાર બાદ પાકિસ્તાનીઓએ ફોડ્યા ઘરના TV, વીરેન્દ્ર સહેવાગે વીડિયો શેર કરી જબરી મજાક ઉડાવી

Published By: Dhruv

Last Updated: 01:28 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સામે પાકિસ્તાનની કારમી હાર બાદ પાકિસ્તીનની ટીમના એક ચાહકે પાકિસ્તાનની હાર પર ટીવી તોડવાનું શરુ કર્યું હતું. જે વિડીયો પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડીયામાં વીડિયો શેર કર્યો હતો.

  • T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવા પડ્યો
  • હારનું મોટું કારણ વિરાટ કોહલીની શાનદાર બેટીંગ
  • મેચ બાદ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડીયા પર એક વિડીયો શેર કર્યો
  • વીડીયોમાં એક ફેન ટીવી તોડતો જોવા મળી રહ્યા છે

 બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાનની ટીમને T20 વર્લ્ડ કપ 2022 ની પ્રથમ મેચમાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની હારનું એક મોટું કારણ વિરાટ કોહલીની શાનદાક ઈનિંગ હતી. વિરાટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ જીત સાથે રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડીયા છેલ્લા T20 વર્લ્ડ કપ 2021 માં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.  દિવાળી પર જોરદાર ધમાલ મચાવતા વિરાટે આ  મેચમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. 

પાકિસ્તાનની હાર બાદ ભારતના પૂર્વ ધૂરંધર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડીયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં એક ફેન ટીવી તોડતો જોવા મળી રહ્યો છે. સેહવાગે આ વીડિટોની સાથે કેપ્શનમાં લખ્યું છે, " આરામથી પાડોશી! તે માત્ર એક રમત છે. અમારે અહીં દિવાળી છે. અમે ફટાકડા ફોડી રહ્યા છીએ અને તમે બિનજરુરી રીતે ટીવી કેમ ફોડી રહ્યા છો. આમાં ટીવીનો શું વાંક?

વિરાટે તોડ્યો રિહીતનો વર્લ્ડ રેકોર્ડ,  બન્યો નંબર વન બેટર

મેચની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી મળેલા 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ પછી હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ પાંચમી વીકેટ માટે 78 બોલમાં 113 રની સદીની ભાગીદારી કરી હતી. ભારતને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. હાર્દિકે 37 બોલમાં એક ચોક્કો અને બે છક્કા લગાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Fans T20 Worldcup pakistan Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ