ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / After 'Rohit Army''s victory in Pakistan, the politicians went crazy with happiness, know who said what on the victory

IND vs PAK / 'રોહિત આર્મી'ના પાકિસ્તાન ચઢાણ બાદ રાજનીતિના ધુરંધરો ખુશીથી થયા પાગલ, જાણો જીત પર કોણ શું બોલ્યું

Published By: Dhruv

Last Updated: 10:34 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનને T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં 4 વિકેટથી હરાવ્યું છે. જેને લઈને દેશમાં જશ્નનો માહોલ છે તો બીજી તરફ રાજનીતી સાથે સંકળાયેલ લોકોએ પણ ટીમ ઈન્ડીયાને શુભેચ્છા પાઠવી છે.

ADVERTISEMENT

  • T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઈન્ડીયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું
  • રાજનીતી સાથે જોડાયેલ લોકોએ ટીમ ઈન્ડીયાને અભિનંદન આપ્યા
  • વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા 
  • પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા
  • ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને ભવ્ય જીત હાંસલ કરી

 મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું છે.  ભારતની જીતનો હીરો વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા જે લક્ષ્યાંક ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ટીમ ઈન્ડિયાની આ જીતની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અને સોશિયલ મીડિયા પર સતત ટીમ ઈન્ડીયાને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.  ટીમ ઈન્ડિયાની આ જીત પર ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે દિવાળી શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ જબરજસ્ત પારી રમી છે ત્યારે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તો ત્યાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે... જીતવાની આદત તો છે જ ... ગર્વ છે તમારા પર ટીમ ઈન્ડિયા... જય હો.

 

કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કર્યું કે ગોવામાં કેથોલિક યુનિવર્સિટીમાં કોન્ફરન્સને સંબોધિત કર્યા બાદ તેમણે કહ્યું કે હું ભારત પાકિસ્તાન મેચ જોવા માટે રોકાઈ ગયો હતો. જેથી મારી ફલાઈટ  ચૂકી જવા પામ્યો છું.  હવે આગામી ફ્લાઇટ 9:55 વાગ્યે છે. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જોરદાર મેચ હતી. વિરાટની શાનદાર રમતના કારણે ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી.  T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત માટે ટીમ ઈન્ડિયા અને તમામ દેશવાસીઓને અભિનંદન. 

 

 

 

આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે પાકિસ્તાન સામેની મેચનો રોમાંચ જબરજસ્ત હતો.  ખૂબ જ સરસ ટીમ ઈન્ડિયા. આવનારી મેચો માટે શુભેચ્છાઓ. પ્રિયંકા ગાંધીએ પણ લખ્યું કે છેવટ સુધી લડીને કેવો અદ્ભુત વિજય મેળવ્યો છે. તમે દિવાળીની ખુશી બમણી કરી. ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આખા દેશને તમારા પર ગર્વ છે. જય હિન્દ.

 

 

 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે પાકિસ્તાન સામેની શાનદાર જીત પર ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન. અમારા ક્રિકેટરોનું પ્રદર્શન ખરેખર જોવા જેવું હતું. આગામી દિવસોમાં ટીમને તેની જીતનો સિલસિલો યથાવત રાખે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket INDvsPAK Rohit Sharma T20 Worldcup amit shah India- Pakistan Match

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ