બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / After Pakistan's victory Kohli erupted on Team India

ગુસ્સો / 'તારા લીધે મૅચ હાર્યા...' પાકિસ્તાનની જીત બાદ ટીમ ઇન્ડિયા પર બરાબરનો ભડક્યો કોહલી

Kinjari

Last Updated: 10:51 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાએ રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મૅચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો. સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ હારવાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. જે બાદ વિરાટ ખુબ ભડક્યો હતો.

  • ભારતની પાકિસ્તાન વિરુદ્ધ શરમજનક હાર
  • વિરાટ ભારતીય ટીમ પર ભડક્યો
  • કોહલીએ આપ્યું હારનું કારણ

પાકિસ્તાનની જીત બાદ નાખુશ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટે કહ્યું કે, ભારતીય ટીમ બીજા 20-25 રન ન બનાવી શકી. અમને ખબર છે કે ક્યારે મૅચ પલટાઇ ગઇ હતી અને ક્યાં અમે કાચા પડ્યા. ભારતે પહેલા 13 બોલમાં રોહીત શર્મા અને KL રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં વાપસી કરવી આસાન વાત નહોતી. 

 

કોહલીએ હારનું કારણ કહ્યું
વિરાટે કહ્યું કે પહેલી 6 ઓવરમાં પાકિસ્તાને શાનદાર બોલિંગ કરી અને જેના કારણે અમે વધારે રન ન બનાવી શક્યા. 7 વિકેટ પર માત્ર 151 રન જ બનાવી શકી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકલા હાથે જ આ સ્કોર અચીવ કરી લીઝો હતો. પાકિસ્તાનની એક પણ વિકેટ ગઇ નહોતી. 

હારનું સૌથી મોટું કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પાકિસ્તાની બોલર શાહીન આફ્રીદીના કારણે 2 વિકેટ ગુમાવી અને જેથી ભારતીય ટીમ દબાવમાં આવી ગઇ હતી. બસ આ જ કારણ છે કે બીજા 20-25 રન ન બનાવી શકી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ હાર શરમજનક હતી. 

પાકિસ્તાને રચ્યો ઇતિહાસ 

કેપ્ટન કોહલી ભારતીય ક્રિકેટનો પહેલો એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપમાં હરાવ્યું છે. દેશના ક્રિકેટના ઇતિહાસમાં, 24 ઓક્ટોબર 2021 પહેલા વર્લ્ડકપમાં કોઈ પણ કેપ્ટન પાકિસ્તાન સામે હાર્યો ન હતો. ICC T20 વર્લ્ડ કપ-2021ના સુપર-12 તબક્કાની પ્રથમ મેચમાં ભારતને આ હાર મળી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો હતો. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમ વનડે અને ટી 20 વર્લ્ડ કપમાં કુલ 12 વખત સામસામે આવી હતી પરંતુ પાકિસ્તાન જીતી શક્યું ન હતું. T20 વર્લ્ડ કપમાં હવે પાકિસ્તાને પોતાનું ખાતું ખોલ્યું છે. આ હાર ચોક્કસપણે ટીમ ઇન્ડિયાને ડંખશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ