બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / After 300 years, 3 Raja Yogas will happen simultaneously in December:

ધર્મ / 300 વર્ષ બાદ ડિસેમ્બરમાં એક સાથે બનશે 3 રાજયોગ: આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકશે

Published By: Mahadev Dave

Last Updated: 04:17 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ 300 વર્ષ બાદ ડિસેમ્બરમાં 3 રાજયોગ બની રહ્યાં છે. જે રાજયોગ શશ, રૂચક અને માલવ્ય રાજયોગ છે. આ રાજયોગની અસર તમામ રાશિઓ પર પડશે.

  • લગભગ 300 વર્ષ બાદ ડિસેમ્બરમાં 3 રાજયોગ
  • આ રાશિના લોકોનું નવુ વર્ષ ધનલાભ અને સફળતા લાવશે 
  • ધન, મેષ અને મકર રાશિના લોકો થશે માલામાલ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરીને રાજયોગ અને શુભનું નિર્માણ કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધીરીતે પડે છે. તમને જણાવી દયે કે લગભગ 300 વર્ષ બાદ ડિસેમ્બરમાં 3 રાજયોગ બની રહ્યાં છે. જે રાજયોગ શશ, રૂચક અને માલવ્ય રાજયોગ છે. આ રાજયોગની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ આ રાજ યોગની સૌથી સારી અસર 3 રાશિઓ પર પડશે. જેની કિસ્મત પણ ચમકી જશે. એટલે કે આ રાશિના લોકોનું નવુ વર્ષ ધનલાભ અને સફળતા લાવશે. આવો જાણીએ કઈ છે આ રાશિઓ.

શુક્રનું આજે રાશિ પરિવર્તન: તુલા, કુંભ સહિત આ રાશિઓની કિસ્મત ચમકશે, તો  કોઇકની બાજી પલટી મારશે | shukra gochar 2023 venus transit in singh or leo  these zodiac signs will be lucky

ધન
ધન રાશિના લોકોને 3 રાજયોગ ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે માલવ્ય અને રૂચક રાજયોગથી આ રાશિના લોકો પર શુક્ર અને મંગળ દેવની કૃપા પ્રાપ્ત થશે. જેથી આ સમયે તમને વિદેશમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેને દેશ-વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે. આ સાથે જ વિદ્યાર્થીઓની વિદેશ જવાની ઈચ્છા પુરી થશે. વૈવાહિક જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. પર્સનલ અને પ્રોફેસનલ લાઈફમાં સંબંધ મજબૂત બનશે. આ સાથે જ શનિ અને શુક્રનું નવપંચમ યોગ બની રહ્યો છે.

આ વર્ષે મહાશિવરાત્રીએ અતિદુર્લભ યોગ, 8 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ, જાણો  તમને લાભ થશે કે નુકસાન I Mahashivratri 2023 shubh yog, 8 rashi zodiacs  auspicious sanyog

મેષ
ત્રણ રાજયોગો બનવાની સીધી અસર મેષ રાજના લોકો પર શુભ અસર કરશે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં માલવ્ય અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. જેથી વર્ષ 2024ની શરૂઆત ખુબ જ શુભ રહેશે. આ સાથે જ તમને આકસ્મિક ધન લાભ પણ થશે. ગુરૂ ગ્રહની કૃપાથી વૈવાહિક જીવન મંગળમય રહેશે. જે લોકો અવિવાહિત છે તેના લગ્ન થઈ શકે છે. આ સાથે જ આ સમયે તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. જેમાં તમને સફળતા મળશે.

મકર
આ રાશિના લોકો માટે 3 રાજયોગોનું બનવુ કરિયર અને ધન માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ધન સ્થાન તો શુક્ર ગ્રહ તમારી રાશિમાં પંચમ ભાવ પર માલવ્ય રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. જેથી  આ સમયે તમારા ધન-દોલસમાં વૃદ્ધી થશે. જો તમે મોડલિંગ, ફિલ્મ લાઈન, એક્ટિંગ અને સંગીત, હોટલ, ટુરિઝમ ક્ષેત્રમાં જોડાવ છો તો તમારી પ્રગતિ થશે. સાથે જ જોતમે વિદ્યાર્થી જો તમે તમારી પરિક્ષામાં સારા માર્ક્સ સાથે સફળતા મેળવશો આ સાથે જ સરકારી નોકરી મળવાનો યોગ છે. નોકરી કરતા લોકોના જીવનમાં નવી નોકરીથી લાભ પ્રાપ્ત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Dharma જ્યોતિષશાસ્ત્ર ધર્મ રાજ્યોગ રૂચક અને માલવ્ય શશ Dhrama

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ