બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અફઘાનિસ્તાનના કાબુલમાં ફરી બ્લાસ્ટના સમાચાર છે. માહિતી અનુસાર, બ્લાસ્ટમાં 20 જેટલા લોકોના મોત અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવના છે. મગરીબની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો. હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે.
કાબુલની ઇમરજન્સી હોસ્પિટલે જણાવ્યું કે, કુલ 27 લોકોને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 5 બાળકો પણ સામેલ છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, કાબુલ શહેરના સર-એ-કોટલ ખૈરખાનામાં આ બ્લાસ્ટ થયો. કાબુલના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ ખાલિદ જરદાને આ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. જોકે, બ્લાસ્ટ વાળી જગ્યા પર સુરક્ષા ફોર્સ પહોંચી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.