બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગૌતમ અદાણી હવે સિમેન્ટ ઉદ્યોગમાં ઉતર્યાં છે. ગૌતમ અદાણીની આગેવાનીવાળા અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલ્સિમ ઈન્ડીયાને 10.5 બિલિયન ડોલર (81,361 કરોડ) માં ખરીદવા સૌદો કર્યો છે. હકીકતમાં ભારતમાં અંબુજા અને એસીસી સિમેન્ટની પેરન્ટ કંપની હોલ્સિમ લિમિટેડ તેનો સિમેન્ટનો કારોબાર સમેટી રહી છે અને અદાણ ગ્રુપની ઈચ્છા હોલ્સિમનો ભારતીય સિમેન્ટ કારોબાર ખરીદવાની છે. અદાણી ગ્રુપ અને હોલ્સિમ વચ્ચે 10.5 બિલિયન ડોલરનો સોદો થયો છે.
Adani Group announces deal to acquire Holcim's businesses in India for USD 10.5 bn
— Press Trust of India (@PTI_News) May 15, 2022
ADVERTISEMENT
10.5 બિલિયન ડોલર (81,361 કરોડ)માં નક્કી થયો સોદો
ગૌતમ અદાણીની કંપનીએ હોલ્સિમ ઈન્ડીયા ખરીદવા માટે 10.5 બિલિયન ડોલરમાં સોદો કર્યો છે. અદાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓપરેટિંગ પોર્ટ્સ, પાવર પ્લાન્ટ્સ અને કોલસાની ખાણોના મુખ્ય વ્યવસાયથી આગળ વધીને એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને સ્વચ્છ ઊર્જામાં વૈવિધ્યીકરણ કર્યું છે.
અદાણી જૂથે ગયા વર્ષે બે સિમેન્ટ પેટાકંપનીઓ સ્થાપી - અદાણી સિમેન્ટેશન લિમિટેડ જે ગુજરાતના દહેજ અને મહારાષ્ટ્રના રાયગઢ ખાતે બે સિમેન્ટ એકમો સ્થાપવાની યોજના બનાવી રહી હતી.
ADVERTISEMENT
Our belief in the India story is unshakeable. Combining @Holcim's cement assets in India with our green energy and logistics will make us the world's greenest cement company. Jan Jenisch has been terrific to work with. We welcome the @AmbujaCementACL & @ACCLimited teams. pic.twitter.com/iThyLp92iV
— Gautam Adani (@gautam_adani) May 15, 2022
ADVERTISEMENT
અંબુજા અને ACC એ ભારતમાં બે મુખ્ય સિમેન્ટ બ્રાન્ડ્સ
અંબુજા અને ACC એ ભારતમાં બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. બંને કંપનીઓ પાસે 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે.
આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો
હોલ્સિમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે, જે હવે અદાણી ગ્રુપની માલિકીની હશે. એ જ રીતે હોલસીમ ગ્રુપ પાસે ACCમાં 54.53 ટકા હિસ્સો હતો. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
17 વર્ષથી ભારતમાં બિઝનેસ કરી રહી છે હોલ્સિયમ
ઉલ્લેખનીય છે કે હોલ્સિમ ગ્રુપની કંપનીઓ છેલ્લા 17 વર્ષથી ભારતમાં બિઝનેસ કરી રહી છે. હોલસિમની ભારતમાં ત્રણ મોટી બ્રાન્ડ છે, જેમાં અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ અને માયસિમનો સમાવેશ થાય છે. અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. અંબુજા સિમેન્ટ્સની વેલ્યૂ ₹72,515 કરોડ છે, જેમાં હોલ્સિમ કંપનીના 63.19% હિસ્સો ધરાવે છે, જ્યારે એસીસીની માર્કેટ કેપ ₹42,148 કરોડ છે, જેમાંથી સ્વિસ કંપનીનો 54.53% હિસ્સો છે.
Holcim has signed a binding agreement for the Adani Group to acquire its business in India, comprising its 63.11% stake in Ambuja Cement, which owns a 50.05% interest in ACC, as well as its 4.48% direct stake in ACC.
— Holcim (@Holcim) May 15, 2022
Learn more: https://t.co/P4Q8LPTn5u pic.twitter.com/BpmzIoBesg
ADVERTISEMENT
રાજકારણમાં નહીં જોડાય અદાણી
ખ્યાતનામ બિઝનેસમેન અને દુનિયાના ટોપ ધનિકોમાં સામેલ એવા ભારતના ગૌતમ અદાણી પરિવારને લઈને છેલ્લા થોડા દિવસથી ચર્ચા થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગૌતમ અદાણી અને તેમની પત્ની ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. આ દાવા પર અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી છે. ગ્રુપે કહ્યું કે, અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં જરાંયે રસ નથી. પોતાની સ્પષ્ટતામાં અદાણી ગ્રુપે કહ્યું કે, ગ્રુપ ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચારો વિશે અમે જાણ્યું. આ સમાચાર તદ્દન ખોટા છે. મીડિયા રિપોર્ટ દ્વારા બીજા લોકો પોતાના ફાયદા માટે અમારુ નામ ખરાબ કરી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્ય કોઈ રાજકીય પાર્ટી જોઈન કરવાના નથી. આ સમાચાર એકદમ ખોટા અને વાહિયાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.