ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / adani group chairman as indias richest person

બાજી પલ્ટી ગઈ / મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી ધનિક વ્યક્તિ, દુનિયામાં છે આટલો નંબર

Published By: Pravin

Last Updated: 05:59 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજારમાં સપાટો બોલાવાઈ રહ્યો છે. જેની અસર મુકેશ અંબાણીની સંપત્તિ પર પણ પડી છે. જો કે, ગૌતમ અદાણી માટે ફાયદાનો સોદો સાબિત થયું છે.

ADVERTISEMENT

  • ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
  • બે દિવસમાં રિલાયન્સના શેરમાં 155 રૂપિયા તૂટ્યા
  • અંબાણીની સરખામણીએ અદાણીની નેટવર્થ 1000 કરોડ વધારે
  • અદાણીની સંપત્તિ દરરોજની 6000 કરોડ રૂપિયા વધી રહી છે

છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ છે. જેને લઈને રિલાયન્સના શેરોમાં પણ ભારે પછડાટ આવી રહી છે. તેની અસર મુકેશ અંબાણીની કમાણી પર જોવા મળી છે. આજે એટલે કે, 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણી કમાણી મામલે તેમનાથી આગળ નિકળી ગયાં છે. આવી રીતે અદાણી ભારતના સૌથી વધારે ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રીયલ ટાઈમ નેટવર્થ ડેટા અનુસાર ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર (6.72 લાખ કરોડ રૂપિયા ) છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 89.8 અબજ ડોલર (6.71 લાખ કરોડ રૂપિયા ) છે. કમાણી મામલે દુનિયામાં અદાણીનો નંબર આ ડેટા મુજબ 11મો છે.

બે દિવસમાં રિલાયન્સના શેરમાં 155 રૂપિયા તૂટ્યા

બોમ્બે સ્ટોક એક્સચેંજના આંકડા પર નજર નાખીએ તો, રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના શેરોમાં બે દિવસમાં 155 રૂપિયાની પછડાટ આવી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં રિલાયન્સના શેર 2.29 ટકા ઘટીને 2323.05 રૂપિયા પર ટ્રેંડ થઈ રહ્યું છે. છેલ્લા પાંચ ટ્રેડીંગ સેશનમાં રિલાયન્સના શેરોમાં 200 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ફોર્બ્સના આંકડા અનુસાર બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 7 અબજ ડોલર (52,000) કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 

અદાણીની સંપત્તિ દરરોજની 6000 કરોડ રૂપિયા વધી રહી છે

ડેટા અનુસાર જોઈએ તો, 31 ડિસેમ્બરના રોજ ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર (5.82 લાખ કરોડ રૂપિયા ) હતી. જે 18 જાન્યુઆરી 2022ના રોજ વધીને 93 અબજ ડોલર (6.95 લાખ કરોડ) રૂપિયા થઈ હતી. આ સમયે એટલે કે, 25 જાન્યુઆરીએ અદાણીની નેટવર્થ 90 અબજ ડોલર (6.72 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. આ હિસાબે નવા વર્ષમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં દરરોજ 6,000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી થઈ રહી છે.
 
અદાણીના સ્ટોક્સમાં સતત ઉછાળો

અદાણી ગ્રુપની 6 કંપની ભારતીય શેર બજારમાં લિસ્ટેડ છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ આ તમામ કંપનીઓમાં 5 ટકાથી લઈને 45 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. ખાસ કરીને ગ્રુપની એનર્જી કંપનીઓના શેરોમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ અદાણી ગ્રીન એનર્જીમાં 45 ટકાથી વધારેનો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત અદાણી ટ્રાંસમિસન અને અદાણી પાવરમાં રોકાણકારોને પણ ટૂંકા ગાળામાં વધારે રિટર્ન મળ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani Mukesh Ambani Richest Person bussiness indian ecomony adani group chairman as indias richest person

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ