બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Adani greens stocks price surged amid khirsara plant commission

બિઝનેસ / અદાણીએ આ એક નિવેદન આપ્યું અને તેમના શેરના ભાવમાં થઇ ગયો વિક્રમજનક ઉછાળો; જાણો સમગ્ર મામલો

Published By: Shalin

Last Updated: 06:45 PM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ગ્રીન એનર્જી કંપનીએ બુધવારે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના 100 MW સોલર પ્લાન્ટની યોજનાને કચ્છના ખીરસરામાં કમિશન કરી રહ્યા છે.

આ સમાચાર આવતાની સાથે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે ઇન્ટ્રા ડેમાં 4%નો ઉછાળો થયો હતો. નોંધનીય છે કે છેલ્લા 4 દિવસમાં અદાણી ગ્રીન સ્ટોકમાં 3.78%નો વધારો થયો છે. 

અદાણી ગ્રીનના શેરમાં વિક્રમજનક તેજી 

અદાણી ગ્રીનના શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની સરેરાશ કરતા પણ વધુ કિંમતે ટ્રેડ થઇ રહ્યા છે. આ સ્ટોક 1090.7ની ઇન્ટ્રાડે સપાટીને અડીને પાછો ફર્યો હતો. અદાણી ગ્રીનની માર્કેટ કેપિટલ 1.68 લાખ કરોડ થઈ ગઈ છે. 

પ્રતિ કિલોવોટ 2.44 રૂપિયા સાથે પાવર પરચેસ અગ્રીમેન્ટ કરવામાં આવ્યું

અદાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અદાણી ગ્રીનની સબસીડી કંપની અદાણી સોલાર એનર્જી કચ્છ ટુ પ્રાઈવેટ લિમિટેડે ખીરસરામાં 100 MWના સોલર પાવર પ્લાન્ટને કમિશન આપ્યું છે. આ માટે તેમણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સાથે 25 વર્ષનું પાવર પરચેસ અગ્રીમેન્ટ કર્યું છે. આ અંતર્ગત PPAની કિંમત પ્રતિ કિલોવોટ 2.44 રૂપિયા રાખવામાં આવી છે. 

કુલ પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષમતા વધીને 2950 MW

આ પ્લાન્ટના કમિશનિંગથી AGELની કુલ પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષમતા વધીને 2950 MW થઇ ગઈ છે.

આ ઉપરાંત શેરબજારમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. સેન્સેક્સ તેના ઓલ ટાઈમ હાઈ 47976ની સપાટીએ સ્પર્શી ગયો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Solar Plant adani green energy અદાણી ગ્રીન એનર્જી કચ્છ સોલર પ્લાન્ટ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ