બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલિવૂડથી ચોંકાવનારા સમાચાર... 47 વર્ષના ફેમસ અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે સાંજે મુંબઈમાં આવ્યો હાર્ટઍટેક. તેમને સારવાર માટે અંધેરી વેસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર ત્યાં તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પણ કરવામાં આવી છે.
શૂટિંગ કરીને ઘરે આવ્યા પછી તબિયત થઈ ખરાબ
શ્રેયસ તલપડે એકદમ સ્વસ્થ હતા અને મલ્ટી-સ્ટારર ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ ફિલ્મ માટે આખો દિવસ શૂટિંગ પણ કર્યું હતું. જાણકારી અનુસાર તેમણે ફિલ્મ માટે એક્શન સીન પણ શૂટ કર્યા. શૂટિંગ બાદ ઘરે પરત આવ્યા પછી પત્નીને કહ્યું કે ઠીક નથી લાગી રહ્યું. બાદમાં તેમની તેમને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા પણ તેઓ રસ્તામાં જ બેભાન થિયા ગયા. જોકે આ સમાચાર આવ્યા બાદ અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા હેલ્થ અપડેટ આપવામાં આવી નથી. હેલ્થ બુલેટિન આવ્યા બાદ જ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ જાણકારી મેળવી શકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમની અદભૂત એક્ટિંગ માટે ફેમસ છે શ્રેયસ
નોંધનીય છે કે શ્રેયસ તલપડે હિન્દી અને મરાઠી સિનેમાના ફેમસ અભિનેતા છે, તેઓ શાનદાર થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમની એક્ટિંગના ઈન્ડસ્ટ્રીમાં ઘણા વખાણ થાય છે. તેમના ફેન્સ તેમને ગોલમાલ 3ના લક્ષ્મણના રોલ માટે વધુ જાણે છે. એ સિવાય તેમણે ઓમ શાંતિ ઓમ, પેઈંગ ગેસ્ટ બોમ્બે તો બેંકોક જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
કાલે જ અક્ષય કુમાર સાથે વીડિયો થયો હતો વાયરલ
જલ્દી જ અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ ફિલ્મમાં પણ શ્રેયસ તલપડે જોવા મળશે, આ ફિલ્મના શૂટિંગમાં જ અત્યારે તેઓ વ્યસ્ત હતા. ગઇકાલે જ અક્ષય કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં શ્રેયસ તલપડે પણ તેમની સાથે શૂટિંગ કરતાં દેખાઈ રહ્યા છે. સ્ટંટ કરતાં સમયે શ્રેયસ અક્ષયની પાછળ જ ઊભા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.