બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / According to viral news of social media Most wanted Masoor Azhar died in Bomblast today in pakistan

BIG NEWS / માર્યો ગયો ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર? વાયરલ વીડિયોની સામે આવી સચ્ચાઈ

Published By: Vaidehi

Last Updated: 06:45 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ ખબરો અનુસાર ભારતનો મોસ્ટ વોંટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

  • મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર મરાયાની ખબર વાયરલ
  • ભારતનો દુશ્મન અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ છે મસૂદ અઝહર
  • સવારે 5 વાગ્યે મસ્જિદથી બહાર નીકળતી વખતે હુમલામાં મરાયાની ખબર 

મીડિયાની વાયરલ ખબરો અનુસાર જૈશ-એ- મોહમ્મદ પ્રમુખ મસૂર અઝહર સવારે 5 વાગ્યે બહાવલપુર મસ્જિદથી પાછા વળતા સમયે અજ્ઞાત લોકો દ્વારા કરવામાં આવેલ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો છે. જો કે આ વાતની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પાકિસ્તાનમાં અપ્રમાણિત અહેવાલોએ દાવો કર્યો છે કે મોસ્ટ વોંટેડ આતંકવાદી, કંધાર અપહરણકર્તા મૌલાના મસૂદ અઝહર, મૃત્યુ પામ્યો છે.

મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર મરાયાની ખબર વાયરલ
ભારતનો દુશ્મન અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર સવારે 5 વાગ્યે મસ્જિદથી બહાર નીકળતી વખતે હુમલામાં મરાયાની ખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ટ્વીટર પર યુઝર્સે બ્લાસ્ટના વીડિયો પોસ્ટ કરવાની સાથે આ  ખબર શેયર કરી હતી. કંધાર અપહરણકાંડમાં મસૂદ અઝહર આરોપી છે. જો કે આ વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટિ કરતું નથી.
 

કોણ છે અઝહર?
આતંકવાદી મસૂદ અઝહરનો જન્મ 10 જૂલાઈ 1968નાં રોજ બહાવલપુર, પંજાબ, પાકિસ્તાનમાં થયો હતો. વિશેષરૂપે મસૂદ અઝહર એ આતંકીઓમાંનો એક હતો જેને ઈન્ડિયન એરલાઈન્સ 814 ફ્લાઈટને હાઈજેક કરીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. મસૂદ અઝહરે 13 ડિસેમ્બર 2001નાં સંસદ પર આતંકી હુમલો કરવાનું કાવત્તરું પણ રચ્યું હતું. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે તે ઈસ્લામાબાદમાં પાકિસ્તાની ડીપ સ્ટેટની સુરક્ષાત્મક કસ્ટડીમાં રહેતો હતો.   

સંકળાયેલા મુદ્દાઓ

Masood Azhar Most Wanted terrorist આતંકવાદી મસૂદ અઝહર Masood Azhar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ