બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident between truck and bike in Aravalli, three youths die. Accident news in Dahod too

ગોઝારો રવિવાર / અરવલ્લીમાં ડમ્પરે બાઇકને ટક્કર મારતાં ત્રણ યુવાનોના નિધન, દાહોદમાં પણ અકસ્માત બાદ યુવકોની હાલત ગંભીર

Published By: Parth

Last Updated: 09:42 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના ધનસુરા તાલુકામાં ગમખ્વાર અકસ્માત, બાઇક પર સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત.

  • બાઇક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત 
  • અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત 
  • દીપક સોલંકી, અજય પરમાર, સિદ્ધરાજસિંહ સોલંકીનું મોત 

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અંબાસર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાસર ગામના જ ત્રણ યુવાનોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. એક જ ગામના ત્રણ જવાનજોધ દીકરાઓના મોતના કારણે ગામના લોકોમાં બેફામ ડમ્પરચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે. 

ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો 
નોંધનીય છે કે ત્રણેય યુવાનો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જે બાદ ડ્રાઈવર ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયો ગંભીર ઈજાઓના કારણે  દિપક સોલંકી, અજય પરમાર અને સિધ્ધરાજ સોલંકીએ પોતાનો જીવ ગુમાવ્યો. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી તથા તપાસ શરૂ કરી દીધી છે. 

દાહોદમાં પણ અકસ્માત 
બીજી તરફ દાહોદમાં પણ અકસ્માત સર્જાયો છે. જેમાં બેફામ વાન ચાલકે બે લોકોને અડફેટે લીધા. ડ્રાઈવરે વાન પર કાબૂ ગુમાવ્યો અને પાર્ક કરેલી બાઇક અને પાનની કેબિનને ટક્કર મારી. અકસ્માત બાદ બે યુવાનોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાનમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા જ્યારે ડ્રાઈવરને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ